ઇન્દોરમાં વૈશાલી ઠક્કર વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વૈશાલીએ આત્મહત્યા કરી લીધી છે, પરંતુ ઘણા લોકોને તેનું કારણ હજી ખબર નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેણે ઇન્દોરમાં પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. મિત્રો મળતી માહિતી અનુસાર વૈશાલી ના ઘરેથી એક સુસાઇડ નોટ નોટ પણ મળી આવી હતી.
ACP એમ રહેમાને જણાવ્યું કે અભિનેત્રીની સુસાઇડ નોટમાં પૂર્વ બોયફ્રેન્ડ તરફ ઈશારો કરવામાં આવ્યો છે. ઇન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશન તરફથી માહિતી મળી છે કે વૈશાલી ઠક્કરે શનિવારે રાત્રે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેટલું જ નહીં અભિનેત્રીના ઘરેથી મળેલી સુસાઇડ નોટ પ્રમાણે તે પરેશાન પણ હતી. તેનો પૂર્વ બોયફ્રેન્ડ તેને હેરાન કરી રહ્યો હતો. પોલીસ તરફથી એવું જાણવા મળ્યું છે કે વૈશાલી સાથે પ્રેમ સંબંધ હતો જે પૂરો થઈ ગયો હતો. સુસાઇડ નોટમાં એક વ્યક્તિનું નામ પણ લેવામાં આવ્યું છે.

1 વર્ષથી ઈન્દોરમાં રહેતી હતી વૈશાલી ઠક્કર
મળતી માહિતી અનુસાર વૈશાલી ઠક્કર છેલ્લા એક વર્ષથી ઈન્દોરમાં રહેતી હતી. તેની આત્મહત્યા ની ખબર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને વૈશાલીના મૃતદેહ પાસે 1 સુસાઇડ નોટ મળી હતી. વૈશાલી ઠક્કરે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’, ‘સસુરાલ સિમર કા’ જેવી પ્રખ્યાત ટીવી સિરિયલો માં કામ કર્યું હતું.
વૈશાલી ઠક્કર ની સગાઈ તૂટી ગઈ!
પ્રાપ્ત માહિતી અનુસાર વૈશાલી ઠક્કરે એપ્રિલ 2021 માં સગાઈ કરી હતી. તેણે તેની રોકા સેરેમની નો વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેના ચાહકોને સગાઈની ખુશખબર આપતા તે ખૂબ જ ખુશ હતી. જોકે એક મહિના પછી આ સગાઈ તૂટી ગઈ હતી. જાણવા મળ્યું છે કે વૈશાલી એ તેની સગાઈ તોડી નાખી હતી. તેણે જણાવ્યું હતું કે હવે તેના મંગેતર સાથે લગ્ન નહીં કરે. લગ્ન કેન્સલ થયા બાદ વૈશાલી તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી રોકા સેરેમની નો વિડીયો પણ ડીલીટ કરી દીધો હતો.