માતા અને નવજાત બાળકની અર્થી એકસાથે ઉઠી…આવી દુઃખ ભરી પરિસ્થિતમાં પરિવારે એવું કામ કર્યું કે લોકો કરી રહ્યા છે વાહ વાહ…!

જૂનાગઢમાં હાલ એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને તમે ધ્રુજી જશો. ગર્ભવતી પુત્રવધુ અને નવજાત બાળકની અર્થી એક સાથે ઉઠી સાથે જ દુઃખ ભરી નજરે બેસી રહેવા કરતાં પરિવારે બેસણામાં એવું કામ કર્યું કે દુનિયા જોતી રહી ગઈ. આ કામ કર્યા પછી મા અને નવજાત બાળકને લોકો હંમેશા માટે યાદ કરશે. સ્વજનનું મોત હંમેશા માટે દરેક લોકો માટે આઘાતજનક હોય છે.

મૃત્યુ પ્રસંગે કોઈપણ પરિવાર તેની સાથે જોડાયેલા સગા સંબંધીઓને પણ દુઃખ આપે છે. જૂનાગઢમાં એક આવી ઘટના સામે આવી છે. અહીં એક પરિવારે મૃત્યુને પ્રસંગને મહોત્સવ બનાવી નાખ્યો. પરિવારમાં પુત્રવધુના નિધન પછી પરિવારે વાંચતે ગાજતે અંતિમયાત્રા કાઢી. એટલું જ નહીં બેસણામાં તેણે રક્તદાન કેમનું આયોજન પણ કર્યું.

મૃતક પુત્રવધુ ની આંખોનું દાન પણ કરવામાં આવ્યું. હકીકતમાં મૃતકની ઈચ્છા હતી કે તેની અંતિમયાત્રા આવી રીતે કાઢવામાં આવે અને આ ઈચ્છા અને તેના પરિવાર એ સંપૂર્ણપણે પૂરી કરી.

સોલંકી પરિવારમાં બે પુત્ર વધુ છે. મોનિકાબેન નાના પુત્રવધુ હતા. આ પરિવારનો પ્રથમ બાળક હોવાથી બધા બાળકના સ્વાગત માટેની તૈયારી કરી રહ્યા હતા. સાથે જ બાળક જન્મે તેની ઘડીયો ગણવામાં આવી રહી હતી પરંતુ બાળક જન્મ્યા પછી તેને લાંબો સમય કોઈ વ્યક્તિ રમાડે તે પહેલા જ કુદરતે તેને છીનવી લીધું.

જન કલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઈ જણાવે છે કે જુનાગઢમાં પહેલીવાર બેસણા ની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે. અગાઉ પણ રાજકોટમાં એક પરિવારે બેસણામાં બ્લડ ડોનેશનનું આયોજન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *