સોશિયલ મીડિયામાં અવારનવાર ખોફનાક વિડીયો સામે આવતા હોય છે. અમુક વીડિયો જોઈને તમને હસવું આવી જાય તો અમુક વીડિયો જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જતો હોય છે. હાલમાં એક એવો જ વિડિયો સામે આવ્યો છે.
એક યુવક સાથે એવું થાય છે કે જોઈને તમારા શ્વાસ અધ્ધર થઈ જશે. રેલવે સ્ટેશન પર શોર્ટકટ લેવાના ના ચક્કર માં એક યુવક પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે. મિત્રો મળતી માહિતી અનુસાર આ યુવકને ઉતાવળ ના કારણે યુવક ઉપરથી આખે આખી ટ્રેન પસાર થઈ જાય છે પરંતુ ભગવાનની દયા ના કારણે આ વ્યક્તિનો જીવ પણ બચી જાય છે.
હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થયો છે. એક વ્યક્તિ રેલવે ક્રોસ કરવાની ઉતાવળમાં ટ્રેક ઉપર ઊભેલી માલગાડીની નીચેથી જવાનો પ્રયાસ કરે છે. અને અચાનક જ ટ્રેન ચાલવા લાગે છે અને યુવક નીચે જ ફસાઈ જાય છે અને આખે આખી ટ્રેન પસાર થઈ જાય છે.
આ યુવક રેલવે ટ્રેકની વચ્ચે સુઈ ગયો હતો જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. ટ્રેન જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે આસપાસ ઊભા લોકોએ તેને ખૂબ જ સલાહ આપી કે ઉભો થવાનો પ્રયત્ન ન કરે. આખી ટ્રેન પસાર થયા બાદ યુવક બહાર આવે છે ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો. આટલી ઘટના બન્યા છતાં પણ તે યુવક હસતા હસતા ત્યાંથી ચાલ્યો જાય છે.
ઘટના સ્થળે ઉભેલા એક વ્યક્તિએ આ સમગ્ર વિડીયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. આ વિડીયો ક્યાંનો છે તેની કોઈ પણ જાણકારી મળી નથી.