સાળંગપુર હનુમાનજી મંદિરનો ઇતિહાસ ગોપાલાનંદ સ્વામી સાથે જોડાયેલો છે – જાણો રસપ્રદ કહાની

ગુજરાતનું પ્રખ્યાત હનુમાન દાદા નું મંદિરે જે સાળંગપુર ધામ આવેલું છે. જ્યાં લોકોની બધી મુશ્કેલી કે દુઃખો દૂર થાય છે. સાળંગપુરધામ બોટાદ જિલ્લામાં આવેલું છે જ્યાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે જે વિક્રમ સવંત 1905માં સ્વામિનારાયણ સંત ગોપાલાનંદ સ્વામી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી.

સાળંગપુરમાં આવેલું હનુમાનદાદાના મંદિરની વધુ વાત કરીએ તો મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ પણ છે જે આરસના પથ્થરથી જડેલો છે અને જે જગ્યા પર હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે તેનો દરવાજો ચાંદીનો બનેલો છે. સાળંગપુર હનુમાનજીના મંદિરનું સમગ્ર ભારતમાં ઘણું મહત્વ છે. અહીં લોકો પોતાના દુઃખ લઇને આવે છે. એટલા માટે જ અહીં ભગવાન હનુમાનજીને કષ્ટભંજન દેવ કહેવાય છે. મિત્રો આજના લેખમાં આપણે કળિયુગના સાક્ષાત દેવ હનુમાનજીના આ ખૂબ જ પ્રસિદ્ધ ધામ વિશે જાણીશું.

મિત્રો તમને જણાવી દઈએ કે, આ ચમત્કારી મંદિરની સ્થાપના ભગવાન શ્રી સ્વામિનારાયણના અનુયાયી ગોપાલાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી છે. ત્યારે એકવાર જયારે ગોપાલાનંદ સ્વામી બોટાદ આવ્યા ત્યારે તેના દર્શન કરવા માટે સાળંગપુરના દરબાર વાઘા ખાચર બોટાદ આવ્યા હતા.

ત્યારે સ્વામીએ વાઘા ખાચરને પૂછ્યું કે, બધું ઠીક તો છે ને ? ત્યારે વાઘા ખાચરે જવાબ આપ્યો કે, ચાર ચાર વર્ષથી સતત દુષ્કાળ પડવાના કારણે હાલની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. આ દુષ્કાળ વિશે સાંભળીને સ્વામીનું હૃદય પીગળી જાય છે અને વાઘા ખાચરને કહ્યું કે, તમારી બધી સમસ્યા નું નિવારણ આવી જશે.

હું સાળંગપુરમાં હનુમાન દાદાની એક એવી મૂર્તિ સ્થાપિત કરીશ જે તમામ લોકોની મુશ્કેલી દૂર કરવામાં આવશે તેથી તમારા બધા પ્રશ્નો હંમેશા માટે દૂર થઈ જશે અને તેમના દર્શન કરનાર દરેક ભક્તોના દુઃખ દૂર પણ થઈ જશે. પછી સ્વામીજીએ પોતાના હાથે એક સુંદર ચિત્ર બનાવ્યું અને શિલ્પકારને આ ચિત્ર અનુસાર ખૂબ જ સુંદર મૂર્તિ બનાવવા કહ્યું.

પછી વિક્રમ સવંત 1905માં આસો વદ પાંચમના દિવસે, એક ખૂબ જ સુંદર મંદિર બનાવવામાં આવ્યું હતું અને તેમાં હનુમાનજીની મૂર્તિ વિધિવત રીતે સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારે સ્વામીજીએ જણાવ્યું કે, અહીં આવનારાઓના દુઃખ દૂર કરીને જગતના તમામ ભક્તોને ખુશ રાખો. આ ઉપરાંત, હનુમાનજીએ સ્ત્રીરૂપમાં શનિદેવને પગ નીચે દબાવી દીધા હતા તે જ પ્રસંગને દર્શાવતી મૂર્તિ સાળંગપુર મંદિરમાં બિરાજમાન થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *