આજકાલ સોશિયલ મીડિયા પર અવાર નવાર નવા નવા કિસ્સાઓ તમે સાંભળતા હશો. લોકો પોતાના માટે કોઈ પણ હદ સુધી પહોંચી જતા હોય છે. ત્યારે હાલ એક ઉત્તર પ્રદેશનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવકો રસ્તા પર ચાલતી કાર અને બાઈકમાં ખૂની રોમાન્સ કરી રહ્યા છે. આ ઘટના અંગે પોલીસે કાર્યવાહી પણ કરી છે. વીડિયો જોઈને તો એવું જ લાગે છે કે જાહેરમાં આ વ્યક્તિને કોઈ શરમ જ નથી કે નથી કોઈનો ડર.
માહિતી અનુસાર એક કપલ અહીં રોડ પર ફુલ સ્પીડમાં શરૂ બાઇક પર રોમાંસ કરી રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે યુવકની ધપક્ડ કરી હતી. પરંતુ આ કેસમાં પોલીસ કાર્યવાહીનો કોઈ ફાયદો થયો ન હતો.
વીડિયોમાં તમે જોઈ શકો છો યુવક યુવતીના ખોળામાં બાઈકની ટાંકી પર બેસાડીને બાઈક ચલાવી રહ્યો છે. ત્યાં યુવતી પણ ખુબ મજા લઈ રહી છે. આ કપલ નો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોને જોઈ પોલીસ ફૂલ એક્શન મૂડમાં આવી ગઈ હતી. પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે આવા કેસમાં કોઈ ઝડપાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મિત્રો તમને જણાવી દઈએ બાઈક કપલ નો આ વિડીયો પાછળથી આવે રહેલી એક કારમાં બેઠેલા વ્યક્તિએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. વિડીયો રેકોર્ડ કર્યા બાદ તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો જેમાં લાખો વ્યૂ મળ્યા. આ કપલ નો વિડીયો બનાવતી વખતે કારમાં બેઠેલા લોકો હસતા નજરે પડી રહ્યા છે. હાલ આ વીડિયો જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ કઈ પ્રકારની સ્ટાઈલ છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે આ જોખમી સ્ટંટ સાબિત થઈ શકે છે. રોડ પર સાવધાની રાખવી જોઈએ અકસ્માતમાં મૃત્યુનો ભય રહી શકે છે.