લગ્નની ખરીદી કરીને પાછો આવતો હતો પરિવાર….રસ્તામાં કન્ટેનર નીચે દબાઈ જતા એક જ ઝાટકે ખલાસ, એક જ ઘરેથી 4 અર્થીઓ ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું..!

નવસારીમાં એક ખતરનાક અકસ્માત સર્જાયો હતો. નવસારીના કસ્બા ધોળા પીપળા માર્ગ ઉપર એક ફૂલ સ્પીડમાં જતા ટ્રક કન્ટેનર સાથે સીએનજી કાર અથડાય હતી. તે દરમિયાન કન્ટેનર કાર ઉપર પડતા કારનો ભૂકો થઈ ગયો હતો. ઘટના સ્થળે જ પાંચ લોકોના મોત નીપજ્યા હતા અકસ્માત બનતા ના થોડીક જ ક્ષણમાં ટ્રાફિક જામના દર્શ્યો હાઇવે ઉપર સર્જાયા હતા.

જોત-જોતામાં પોલીસ તેમજ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રો દ્વારા જાણવા આવી રહ્યું છે કે નવસારીના કસ્બા ધોળાપીપળા માર્ગ ઉપર પૂર ઝડપે દોડતા કન્ટેનરને સાથે સીએનજી કાર અથડાઈ હતી અને તે કન્ટેનર ઇકો કાર ઉપર પડતા કારનો ભુક્કો બોલી ગયો હતો.

પોલીસે કાર્યવાહી કર્યા બાદ જણાવ્યું હતું કે સમરોલી ગામના પાંચ લોકો દબાઈ જતા ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ નવસારી ગ્રામ્ય પોલીસે રોડ બંધ કરાવી મૃતોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જોકે ઇકો કાર હલી શકે એમ નહોતી તેથી કરીને પોલીસે ક્રેન ની મદદ લઈને કારમાં ફસાયેલા તમામ પાંચ મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

જોકે કેબિનેટ મંત્રી નરેશ પટેલે આવકાર્ય જનક કામ કર્યું હતું તે તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ટ્રાફિક જામને ક્લિયર કરવાની કોશિશ કરી હતી. આ ઉપરાંત પોલીસે પાંચ બોડીને પોસ્ટમોટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા હતા અને પોલીસે ટ્રક ડ્રાઇવરની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *