આ ઘટના Maharashtraના Aurangabadમાં રીક્ષા ડ્રાઈવરે એક યુવતીની છેડતી કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. વિડિયોમાં જોય શકાય છે કે ઓટો ડ્રાઈવરની છેડતીને કારણે યુવતીએ પોતાને બચાવવા માટે ચાલતી ઓટોમાંથી બહાર કૂદકો માર્યો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ત્યાંના સ્થાનિક લોકોએ તેને સારવાર માટે એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરી હતી. પુરી ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવતીનું નિવેદન લઈને કેસ નોંધ્યો હતો. ઘટનાસ્થળના સીસીટીવી વિડીયોને આધારેઆરોપીને બે કલાકમાં ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે, આરોપી ઓટો ડ્રાઈવર સૈયદ અકબર સૈયદ હમીદ વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તારીખ 13 નવેમ્બરની સાંજે તેનું ટ્યુશન પૂરું કરીને ઓટોમાં તેના ઘરે તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં ઓટો ડ્રાઈવરે તેની સાથે અશ્લીલ વાત કરી અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. આ જોઈને યુવતી ભયભીત થઈ ગઈ અને તે ઝડપથી ઓટોમાંથી બહાર કૂદી ગઈ હતી.
આ ઘટના ઉસ્માનપુરા એરિયાની છે, પીડિતાએ પોલીસને જણાવતા કહ્યું કે, તેણે ટ્યુશન કલાસ પૂરું કર્યા પછી તે ઓટો રીક્ષા પકડી હતી. થોડે દૂર ચાલ્યા પછી, આરોપી ઓટો ડ્રાઈવરે તેની છેડતી કરવાનું શરૂ કર્યું, તેને લાગ્યું કે મારી સાથે કંઈક ખોટું થઇ રહ્યું છે. તે જ દરમિયા, ઔરંગાબાદના સિલ્લી ખાના વિસ્તારમાં જતા સમયે તેણે ઓટોમાંથી છલાંગ લગાવી હતી, જેમાં તેને માથામાં ઈજા થઈ હતી. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસે જણાવ્યું કે, યુવતીને ઓટો રિક્ષા વિશે કોઈ માહિતી નહોતી. આરોપી સુધી પહોંચવા માટે વિસ્તારના આજુ બાજુના સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા અને ઓટોનો નંબર મળી આવ્યો. ત્યાર પછી તે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ઓટોમાં મુસાફરી કરતા તમામ લોકોને અપીલ કરી છે કે તેઓ ઓટો રિક્ષામાં બેસીને પોતાના મોબાઈલમાં ઓટોનો ફોટો લે. જેના કારણે તેઓ સુરક્ષિત રહેશે.