બાળકને જન્મતાની સાથે જ મળી જશે આધાર કાર્ડ – નહીં ખાવા પડે ધક્કા

આધારકાર્ડ આજે આપણે સૌ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજો માનું એક બની ગયું છે. આધારકાર્ડ આજે દરેક નાણાકીય અને બિન આર્થિક કાર્યમાં જરુરી છે. આવી સ્થિતિમાં નવજાત બાળકને પણ આધાર કાર્ડ સાથે જોડવાનું કામ તેજીથી ચાલી રહ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ હાલમાં ભારતના 16 રાજ્યોમાં નવા જન્મેલા બાળકોની નોંધણીની સુવિધા આપી રહ્યા છે, જોકે આગળના સમયમાં સમગ્ર દેશમાં આ સુવિધા લાગુ કરવામાં આવશે.

સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે સરકારનો હેતુ હવે એ સુનિશ્ચિત કરવાનો છે કે બાળકના જન્મ સમયે જન્મ પ્રમાણપત્રની સાથે આધાર નંબર જારી કરવામાં આવે. UIDAI આ અંગે ભારતના રજિસ્ટ્રાર જનરલ સાથે કામ કરી રહી છે. પ્રક્રિયા માટે જન્મ નોંધણીની કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમની જરૂર છે અને જે રાજ્યોમાં સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝેશન હતું તે ઓનબોર્ડ થઈ ગયા છે. દેશમાં અત્યારે 16 રાજ્યોમાં જન્મ પ્રમાણપત્ર જારી કરવામાં આવે છે, ત્યારે UIDAI સિસ્ટમને એક સંદેશ મોકલવામાં આવે છે. આ પછી એનરોલમેન્ટ આઈડી નંબર જનરેટ થાય છે. સિસ્ટમમાં બાળકનો ફોટો અને સરનામું જેવી વિગતો દાખલ થતાં જ આધાર નંબર જનરેટ થાય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં પાંચ વર્ષ સુધીના બાળકો માટે કોઈ બાયોમેટ્રિક લેવામાં આવતા નથી. જોકે બાદમાં બાળક પાંચ અને 15 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે તેને બાયોમેટ્રિક અપડેટ કરાવવા પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *