થોડાક જ રૂપિયા માટે ડોક્ટરે બાળકને હોસ્પિટલમાં એડમિટ ન કર્યો, માતાની આંખ સામે જ બાળકનું કરુણ મૃત્યુ થયું… જુઓ વિડિયો

હાલમાં એક દિલ દુખાવનારી ઘટના સામે આવી છે. ઘટના નો વીડિયો જોઈને તમે પણ રડી પડશો. એક હોસ્પિટલ ની બહાર ચાર વર્ષનું બાળક માતાના ખોળામાં જ મૃત્યુ પામે છે. આ ઘટના બનતા ચારે બાજુ હાહાકાર મચી જાય છે. આ ઘટના બનતા જ પિતા આરોપ કરે છે કે તે અને તેની પત્ની બે કલાકથી ડોક્ટરને આજીજી કરી રહ્યા હતા. પરંતુ ડોક્ટરે કહ્યું કે જ્યાં સુધી 50000 રૂપિયા જમા નહીં કરાવો જ્યાં સુધી બાળકને અમે એડમિટ નહીં કરીએ.

હોસ્પિટલના ગેટ પાસે જ બાળકનું કરુણ મૃત્યુ થાય છે ત્યારે માતા મૃત્ દેહને ગળે વળગાડીને રડી પડે છે. આવા દ્રશ્યો જોઈને આસપાસના લોકોને આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાયરલ થયો છે. આ ઘટના યુપીના પ્રયાગરાજ માં બની હતી. મળતી માહિતી અનુસાર એક માતા પિતા પોતાના ચાર વર્ષના દીકરાને લઈને ત્રણ વાગ્યાની આસપાસ હોસ્પિટલ આવે છે. હોસ્પિટલમાં દીકરીની માતા રડતા રડતા ડોક્ટરને આજીજી કરે છે. દીકરાની માતા રડતા રડતા બોલતી હતી કે સાહેબ “મારા દીકરાને બચાવી લ્યો…” “મારા દીકરાને હોસ્પિટલમાં એડમિટ કરી લો…”ત્યારે હોસ્પિટલ ના ડોક્ટરે કહ્યું કે પહેલા પૈસા જમા કરાવો તો જ બાળકને એડમિટ કરીશું. હોસ્પિટલ ના ડોક્ટરોએ બાળકની સ્થિતિને ગંભીરતાથી ન લીધી અને બાળકનું હોસ્પિટલની બહાર જ કરુણ મૃત્યુ થયું.

પાંચ દિવસ પહેલા જ અચાનક બાળકની તબિયત બગડી ગઈ હતી. અગાઉ પણ બાળકને હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યું હતું. પરંતુ તેની તબિયત વધારે બગડતા તેને એમ્બ્યુલન્સ માં હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું. જ્યારે એમ્બ્યુલન્સ નો ડ્રાઇવર રસ્તામાં બાળકના પિતા પાસેથી 2000 રૂપિયા માંગે છે. આ સમયે બાળકના પિતા પાસે પૈસા હોતા નથી તેથી પિતાએ એમ્બ્યુલન્સના ડ્રાઇવરને કહ્યું કે મારી પાસે પૈસા હાલમાં છે નહીં. તો એમ્બ્યુલન્સ નો ડ્રાઈવર બાળક અને તેના માતા-પિતાને રસ્તા પર જ છોડી દે છે. પછી તો તેઓ ગમે તેમ કરીને હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં ડોક્ટરે કહ્યું કે તમારી પાસે પૈસા છે કે નહીં ત્યારે બાળકના પિતા કહે છે કે મારી પાસે થોડા રૂપિયા છે આટલું સાંભળતા ત્યાંથી ડોક્ટર ચાલ્યો જાય છે.

ઘણો બધો સમય પસાર થઈ ગયો અને બાળકના માતા-પિતા બાળકને ગમે તેમ કરીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે આજીજી કરે છે. પરંતુ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરો કહે છે કે 50000 રૂપિયા જમા કરાવો પછી જ બાળકને એડમિટ કરીશું. અને આમને આમ સમય વેડફાતો રહ્યો અને હોસ્પિટલની બહાર જ માતાના ખોળામાં બાળકનું કરુણ મૃત્યુ થયું. હાલા આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *