‘તેરે લિયે જાન ભી દે દુંગી’ – વૈશાલી ઠક્કર ની મોત પહેલાનો વિડીયો થયો વાયરલ | જુઓ વિડિયો

ટીવી ઇન્ડસ્ટ્રી ને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. નાના પડદા ઉપર કામ કરતી વર્ષો જૂની અને જાણીતી અભિનેત્રી વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી લીધી છે. તેણે ઇન્દોરમાં પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ ઘટનાથી તેના પરિવાર અને મિત્રો પર ખૂબ જ મોટો ઝટકો લાગ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વૈશાલી ઠક્કરે લવ લાઈફને કારણે આ પગલું ભર્યું છે. તેના મૃત્યુના 5 દિવસ પહેલા વૈશાલી ઠક્કરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો.

મૃત્યુના થોડા દિવસો પહેલા વૈશાલી ઠક્કર ના શેર કરેલા વિડીયો પર 25,000 થી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. આ વિડીયો એક રમુજી હતો આમાં વૈશાલી કહેતી હતી કે ‘બેબી હું તારા માટે એક ગીત ગાઉ’ અને પછી તો તે “તેરે લિયે જાન ભી દે દુંગા” ગીત ગાતી જોવા મળે છે. આ વીડિયોમાં તે બ્લુ ડેનીમ અને બ્લેક ટોપ માં જોવા મળે છે. તેના ચાહકોને પણ આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો છે. પરંતુ કોણ જાણતું હતું કે માત્ર 30 વર્ષની ઉંમરે વૈશાલી ઠક્કર દુનિયાને અલવિદા કહી દેશે.

એક વર્ષથી ઈન્દોરમાં રહેતી હતી
ટીવી ઇન્ડસ્ટ્રી થી દૂર વૈશાલી ઠક્કર છેલ્લા એક વર્ષથી ઈન્દોરમાં રહેતી હતી. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ હતી. જોકે તેની અચાનક આત્મહત્યાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. પોલીસને ઘટના સ્થળેથી અભિનેત્રીની સુસાઇડ નોટ પણ મળી છે. જાણવા મળ્યું છે કે પ્રેમ પ્રકરણના કારણે અભિનેત્રીએ આ પગલું ભર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *