શહેર પંથકની એક હાઇસ્કૂલમાં ફરજ બજાવતો પરણિત અને લગભગ 44 વર્ષની વય ધરાવતો શિક્ષક પોતાની પુત્રી સમાન 16 વર્ષીય સગીરવય વિધાર્થીનીને શારીરિક શોષણ અને લગ્નના હેતુ પર ભગાડી ગયો હોવાની ફરિયાદ ખુદ સગીરાની માતાએ શહેરા પોલીસ મથકે નોંધાવતા ચકચાર મચી ગઇ છે. પોલીસે અપહરણ,પોકસો અને એક્ટ્રોસિટી એકતની કલમ મુજબ ફરિયાદ નોંધી ટીમની નિર્માણ કરી કથિત આરોપી શિક્ષકની ધરપકડ માટે શોધખોળ શરૂ કરી છે. ત્રણ માસ પહેલાં પોતાની સગીરવયની દીકરીના મોબાઈલમાં કેટલાક અનોખા મેસેજ જોઈ તેની માતા આશ્વર્ય પામી ગઈ હતી અને આ મેસેજ હાઈસ્કૂલના શિક્ષક નિમેષ મોતીભાઈ પટેલ મૂળ મહીસાગરના મલેકપુર ગામનો વતની અને જે બાબતે સગીરાની માતાએ પોતાની પુત્રી તેમજ શિક્ષક નિમેશને ટકોર કરી હતી.
જેને લઈ થોડા દિવસ બધું રાબેતા મુજબ ચાલવા લાગ્યું. પરંતુ બીજા અન્ય વિદ્યાર્થીઓ થી જાણવા મળ્યું કે શિક્ષક નિમેષ હજી પણ પોતાની સગીરા પુત્રી સાથે સંબંધો ચાલુ જ છે. આ મામલે 11મી સપ્ટેમ્બરના રોજ સગીરાની માતાએ સગીરાને પથારીમાં જોતા તેઓની પુત્રી જોવા મળી નહોતી. જેથી પોતાના પતિને જગાડી જાણ કરી હતી. ત્યારબાદ તેઓએ આજુબાજુ ગામમાં તપાસ કરાવી હતી, પણ તેઓની પુત્રી મળી નહોતી. જેથી સગીરાની માતાને શિક્ષક નિમેષ પર શંકા જતા તેના ગોધરા સ્થિત મકાને તપાસ કરતા નિમેષની પત્નીએ તેઓ રાત્રે કોઈ કામ અર્થે બહાર ગયા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ હાઈસ્કૂલમાં તપાસ કરતા આજે ફરજ પર ન આવ્યા હોવાનું જાણવા મળતા તેઓની શંકા હકીકત હોવાની શક્યતા પ્રબળ બની હતી.