સુરતના સવજીભાઈ વેકરીયાએ પોતાની દીકરીના લગ્નમાં સોના ચાંદીના ઘરેણાં નહીં પરંતુ આપ્યા તેની ઊંચાઈના પુસ્તકો…ચારે બાજુ થઈ રહ્યા છે ભરપૂર વખાણ…જુઓ તસવીરો

આજના સમયની વાત કરવામાં આવે તો લગ્નજીવન અને લોકો એકબીજાને આંધળો પ્રેમ કરતા હોય છે. અને એકબીજાને લગ્નની અંદર નીચું દેખાડવા માટે કોઈપણ લેવલ નો ખર્ચો કરી નાખે છે જે યોગ્ય વાત નથી. મિત્રો તમને જણાવી દઈએ એ વાતને ધ્યાનમાં લઈને સુરતના સવજીભાઈ વેકરીયા એ પોતાની દીકરીના લગ્નની અંદર એવી વસ્તુ ભેટમાં આપી કે સમાજની અંદર લોકો કરી રહ્યા છે વાહ વાહ.

સૌ પ્રથમ વાત કરવામાં આવે તો આ દીકરીને લઈને થોડા વર્ષો પહેલા થયા હતા અને સવજીભાઈ વેકરીયા પોતાની દીકરીના લગ્નની અંદર દીકરીની જેટલી ઊંચાઇ છે તેટલા જ પુસ્તકો દાનમાં આપ્યા અને સેવાભાવી સંસ્થાને પણ 21 હજાર રૂપિયાનું દાન કર્યું. ઉદ્યોગપતિ સવજીભાઈ લગ્નની અંદર ખોટા ખર્ચા કરવાને બદલે સાદગી પૂર્વક લગ્ન કર્યા અને તેઓ ખોટો ખર્ચો કરવા માંગતા ન હતા.

તેમની પાસે ખૂબ પૈસા હોવા છતાં સાદગીથી લગ્ન કરી તેણે મહત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સવજીભાઈ વેકરીયા એ દીકરીના લગ્ન કરિયાવરની અને દીકરી ની ઊંચાઈ હોય તેટલા પુસ્તકો દાનમાં આપ્યા અને વહુને પણ પુસ્તકો આપ્યા. તેઓએ કુલ પાંચ સંસ્થાઓને 21 હજાર રૂપિયાનું દાન પણ આપ્યું હતું.

સૌરાષ્ટ્રમાં 500થી પણ વધારે સમૂહ લગ્નની અંદર લગ્ન કરાવી ચૂકેલા સવજીભાઈ પોતાની દીકરીના લગ્ન આવ્યા ત્યારે સદગીથી લગ્ન કર્યા અને તેણે ખોટો ખર્ચો જરાક પણ કર્યો ન હતો. તેને લોકોને દેખાડો કરવાનો કોઈ શોખ ન હતો. જેથી તેણે સમાજને એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.

મિત્રો ખાસ વાત કરીએ તો લગ્નની પાછળ થતા મોટા ખર્ચા ને બદલે સમાજને સારું કામ કરાવવું તે ખૂબ જ યોગ્ય કહેવાય. દીકરી આટલી બધી ઊંચાઈ ઉપર જઈને તેની જેટલી હાઈટ છે તેટલા પુસ્તકો આપવાનો નિર્ણય કર્યો અને સેવા આપી સંસ્થાની અંદર 21,000 નો દાન પણ અપાવ્યું હતું.

અમરેલી ની અંદર રફાળા ગામના હાલ સુરતની અંદર ધંધો કરનાર સવજીભાઈ વેકરીયા એક સેવાકીય કામ કરી રહ્યા છે. પોતાની દીકરીને લગ્ન માટે એકદમ સરળ રસ્તો અપનાવ્યો હતો. તેણે વૈદિક પુરાણ અને વૈદિક પરંપરાની રીતે લગ્ન કરી નજીકના લોકોને જ આમંત્રણ આપ્યું હતું.

સવજીભાઈ સૌરાષ્ટ્ર પટેલ સમાજના ઉપપ્રમુખ પણ છે અને તે બે વર્ષ પહેલા પોતાના મૂળ વતન ખૂબ જ સેવા આપી હતી. તેણે રફાળા ગામને ગોલ્ડન વિલેજ બનાવ્યો અને સરકારની મદદ વગર ગોલ્ડન વિલેજની રચના કરી હતી. આ ગામમાં ભારતની સંસ્કૃતિ દરેક જગ્યાએ જોવા મળશે અને અલગ અલગ પ્રકારની આધુનિક સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *