ગણપતિ મહોત્સવ દરમિયાન યુવાનો ઘણા વખત વધુ ઉત્સાહને કારણે મઝા કરવામાં પોતાનો જીવનું પણ સંકટ મુકી દેતા હોય છે. આવા અવનવાર એક ઘટના જોવા મળી છે જે સુરતમાં પર્વત પાટિયામાં લાલબત્તી સમાન કિસ્સો જોવા મળિયો છે. ગણપતિ દરમિયાન યાત્રામાં કરેલા સ્ટંટને કારણે યુવક દાઝી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વધુ મઝા લેવા જતાં યુવક દાઝ્યો
પર્વત પાટિયા વિસ્તારમાં શ્રીજીના આગમન સમયે વધારે જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. યુવાનો પણ ખૂબ જ તાનમાં આવી જતા સમયે એક યુવકે જાન જોખમા નાખીને આગ સાથે ખેલ કરવાનો પ્રયત્ન કર્યો અને તેમાં ખેલ બગડી જતા યુવકે જીવનશીલ પદાર્થ મોઢામાં લઈને સ્ટંટ કરતી વખતે યુવકના શરીર પર આગ લાગી હતી.

આગથી માંડ માંડ બચ્યો
શ્રીજીની પ્રતિમા દરમિયાન સમયે ઢોલ નગારા વાગતા હતા અને બધા જ વ્યક્તિ પોતાની રીતે ઉત્સાહ બતાવતો હતો. દરમિયાન જે ઘટના બની તેનાથી લોકો સતર્ક થઈ ગયા હતા. આગની જવાળા માં ઘેરાયેલા યુવકે પોતાનો શર્ટ કાઢીને આગ બુજાવવાનો કર્યો હતો. ઘટનામાં સ્ટંટ કરનાર યુવકને દાઝવાના કારણે ઇજા થઈ હતી પરંતુ એકવાર ચોક્કસ જોતા ભલભલાના રુવાડા ક્ષણિક ઊભા થઈ ગયા હતા