લગ્ન કરવાનું દરેક લોકોનું સપનું હોય છે. બધા લોકો કહે છે કે લગ્ન એ વ્યક્તિના જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે. લોકો ઈચ્છે છે કે તેને તેની પસંદગીનો જીવનસાથી મળે, પણ ભારતીય સમાજમાં ઘણી વખત વડીલોની પસંદગીના કારણે ઘણા છોકરા-છોકરીઓના સપનાઓ અધૂરા રહી જાય છે.પહેલેથી ચાલી આવ્યું છે કે લગ્ન નો સંબંધ વડીલો જ નક્કી કરતા હતા. પણ હવે સમય અનુસાર બધું બદલાય ગયું છે.
એવું કહેવામાં આવે છે કે લગ્ન એક એવું બંધન છે જેમાં વર-કન્યા બંનેએ કોઈ પણ પ્રકારની વાત છુપાવવી જોઈએ નહીં. પછી ભલે તે છોકરા કે છોકરીની પસંદગી સાથે સંબંધિત હોય. જરા વિચારો કે લગ્ન મંડપમાં આવીને જ વર કે કન્યા લગ્ન કરવાની ના પાડે તો? બિહારના બક્સરમાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
ઇટાડીના કુકુડાના રહેવાસી યુવક ની જાન કન્યા વગર જ પરત ફરી હતી. સમારંભની વિવિધ તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ કન્યાએ વરરાજાના હાથ જોયા અને આગળની કોઈ વિધિ જ ન થઈ. જોકે આ વાત સાચી છે એવું બન્યું કે જાન જ્યારે પહોંચી ત્યારે કન્યાના પરિવારજનોએ રણશિંગાં કે શરણાઈઓનું સમૂહવાદનથી સ્વાગત કર્યું હતું.
લગ્ન માં બધું ઠીક ચાલી રહ્યું હતું. લગ્નની ધાર્મિક વિધિઓ ચાલુ જ હતી પણ જ્યારે દુલ્હનની નજર વરના હાથ પર ગઈ ત્યારે તે ગુસ્સે થઈ ગઈ. તેણે તેના સાસરે જવાની ના પાડી દીધી. પાછળથી ખબર પડી કે વરરાજાના એક હાથમાં થોડી તકલીફ છે, જે જન્મજાત છે.મળતી માહિતી મુજબ, વરરાજાના હાથમાં જન્મજાત સમસ્યા છે. તે યોગ્ય રીતે કામ કરતો ન હતો. વરરાજાનો હાથ તેના લગ્નમાં અવરોધ બન્યો અને લગ્ન પછી તરત જ છૂટાછેડાની વિધિ પણ કરવામાં આવી. વર પક્ષ ના લોકો હાથ જોડતા રહ્યા પણ કન્યા સ્વીકારવા રાજી ન હતી.
લગ્ન