આવો જુગાડ ભારતની બહાર ન જવો જોઈએ – ઓટોરિક્ષા ને બનાવી દીધી આલિશાન કાર, રસ્તા પર જોઈને લોકો…

આપણા ભારત દેશમાં ટેલેન્ટ ની કોઈ કમી જ નથી. બધા લોકો પોતાનું અલગ-અલગ પ્રકારનું ટેલેન્ટ લઈને બેઠા છે. ભારત દેશમાં લોકો નવું નવું ટ્રાય કરતાં રહે છે જે જોઈને ઘણીવાર લોકોના હોશ ઉડી જાય છે. હાલમાં જે કેવો એવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જોઈને તમે પણ કહેશો કે આ તો ટેલેન્ટ છે.

આમ જોવા જઈએ તો ઓટોરિક્ષા એક સારી પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધા ગણાય છે. જેના લીધે વ્યક્તિઓ સરળતાથી મુસાફરી કરી શકે છે. ઘણા ડ્રાઇવરો ત્રણ પૈડાવાળા વાહનને અનોખી રીતે સજાવતા હોય છે. અને અમુક લોકો રીક્ષા ને વધારે સુવિધા આપીને અપગ્રેડ પણ કરતા હોય છે. હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં રીક્ષાની સજાવટ એવી જોરદાર કરવામાં આવી કે આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો ઓટોરિક્ષા અને એક લક્ઝરી વાહનના રૂપમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં રીક્ષાના છાપરા સહિત આખા વાહનને ચમકદાર કાળા બારી અને આલિશાન સીટો થી સજાવવામાં આવી છે. રિક્ષાને જોઈને તો કોઈ પણ મુસાફરી કરવાનું પસંદ કરશે. કારણ કે આ રીક્ષા લક્ઝરી લાગી રહી છે. રીક્ષાનો દેખાવ એટલો સુંદર છે કે જોતા જ લોકો તેની તરફ આકર્ષિત થઈ રહ્યા છે.

આ વીડિયોને જોઈને એક યુઝર કોમેન્ટ કરીને લખ્યું કે ‘આ બહુ જ સારું અને રોયલ લાગી રહ્યું છે’. આપણે ભારતીય લોકો બધી વસ્તુઓને સારો આકાર અને સારું દેખાવ માટે પ્રયાસ કરતા હોઈએ છીએ. બીજાએ લખ્યું કે ‘ભારતીય રસ્તાઓ આટલા બધા ગ્લેમરસ દેખાવા લાગશે’. આ માત્ર એક જ એવી રીક્ષા છે જેના લૂકના કારણે તે આજે ચર્ચાનો વિષય બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *