શું તમે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો આનંદ માન્યો ? દરરોજ લાખો લોકો પ્રમુખસ્વામી નગરમાં દર્શન કરવા માટે આવે છે. ત્યારે આ બધાની વચ્ચે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સ્વચ્છતાને લઈને કેવી રીતે મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. તે વિશે અમે તમને જણાવી દઈએ.
જો સ્વચ્છતા વિશે વાત કરવામાં આવે તો આખા નગરમાં 22 વિભાગ છે અને 80 પેટા વિભાગ છે. 3 વર્ષની બાળકીને પણ સેવા કરતા સ્વયંસેવકો ને જોઇને સેવા કરવાની ઈચ્છા થઈ છે અને તે પણ કચરો ઉપાડીને કચરાપેટીમાં નાખતી થઈ ગઈ.સાથે જ બહેનોની અંદર 2 ડોક્ટર સ્વયં સેવક છે. આખા નગરમાં કુલ 240 ટોયલેટ બ્લોક છે જેમાં 16 એન્જિનિયર સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. 2 શિફ્ટમાં સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે.

નગરના કચરાનું શું કરવામાં છે?
રાતે 12 વાગ્યે નગરનો તમામ કચરો નગરની બહાર કાઢી નાંખવામાં આવે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પરેશનના કર્મચારીઓ તે કચરાને ડમ્પીંગ સાઈટ પર લઈ જાય છે. પ્લાસ્ટિક ની વેસ્ટ બોટલ માંથી બેસ્ટ બનાવીને તેને ઉપયોગ કચરાપેટી બનાવવામાં આવે છે એવી 70 જેટલી કચરાપેટી બનાવવામાં એવી છે.

નગરના એંઠવાડ ને એક ખાડા ની અંદર નાખીને પ્રોસેસ કરીને તેમાંથી ખાતર બનાવવામાં આવે છે. 14 તારીખે ઉદ્ઘાટન સમારોહ પછી 1 કલાકની અંદર 80,000 જેટલી વેસ્ટ ડીશો ભેગી કરીને 2 કલાકની અંદર નગરની બહાર ડમ્પીંગ સાઈટમાં પહોચતી કરી નાખી હતી.