રોમાન્ટિક ગીતોના સિંગર અર્જિત સિંઘે અમદવાદમાં ગાયા ‘ખોડીયાર માં ના ડાકલા’ લોકો એવા ધૂણ્યાં કે આખું અમદાવાદ …જુઓ વિડીયો

હાલ ક્રીસમસ ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં ક્રિસમસ ના તહેવારની સાથે સાથે એક બીજો તહેવાર એટલે કે અર્જિત સિંગ નો કોન્સર્ટ. 25 ડિસેમ્બરે અમદાવાદમાં અર્જિત સિંગ નો કોન્સર્ટ યોજાયો હતો. અર્જિત સિંગના કોન્સર્ટમાં અમદાવાદના લોકો મોટી સંખ્યામાં ઉમટીયા હતા. અર્જિત સિંઘે છેલ્લા એક દાયકામાં બોલીવુડને ઘણા રોમેન્ટિક લોકગીતો રજૂ કરીને લાખો ચાહકોના દિલ જીત્યા છે.

અમદાવાદમાં અરિજિત સિંઘે લોકોને એક સરપ્રાઈઝ આપ્યું હતું. તેમણે અમદાવાદમાં “ખોડિયાર માં ના ડાકલા” ગીતનું પોતાનું વર્ઝન રજૂ કર્યું અને ગુજરાતીઓના દિલ જીત્યા. આ જોઈને સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અર્જિત સિંઘે તેમના કલાકારો સાથે ડાકલા શરૂ કર્યા અને તરત જ હાજર પ્રેક્ષકો જુમી ઉઠ્યા હતા.

મિત્રો ડાકલાને ગુજરાતનો પ્રાદેશિક અને લોકસંગીતનો એક હિસ્સો માનવામાં આવે છે. લોકો અવારનવાર ડાકલા વગાડતા હોય છે અને તેના તાલે ઝૂમતા હોય છે. એટલું જ નહીં માતાજીની ઉપાસના માટે પણ ડાકલા વગાડવામાં આવે છે. જ્યારે અમદાવાદમાં લોકો અર્જિત સિંગના ડાકલા પર એવી રીતે નાચ્યા કે વીડિયો જોઈ તમે પણ કહેશો વાહ!.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકાર મૌલિક નાયક એ ડાકલાની શરૂઆત કરી હતી અને તેમાં અર્જિત સિંગે સુર પુર્યો. મિત્રો તમને જણાવી દઈએ અર્જિત સિંઘ ભારતના સૌથી પ્રિય સંગીત કલાકારોમાંથી એક છે. જો તમને વિશ્વાસ ન હોય તો તમે મ્યુઝિક એપ પર તેમના ગીતો સાંભળી શકો છો.

મળતી માહિતી અનુસાર મોટા મોટા શહેરોમાં અરિજિત સિંઘ કોન્સર્ટ કરી રહ્યા છે. અને તેમને ટિકિટના ભાવ જાણીને તમે પણ ચોંકી જશો. કેટલાક શહેરોમાં તેમની ટિકિટ 9000 રૂપિયાના અંકને પણ સ્પર્શી ગઈ છે. અર્જિત સિંઘ નો કોન્સર્ટ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *