5 રૂપિયાની ગુટખા માટે દુકાનદારે એક યુવકનો જીવ લીધો – જુઓ CCTV

સમગ્ર દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ સામે આવતી હોય છે. તમે ઘણી વખત એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં નાની નાની બાબતમાં થતો ઝઘડો વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે અને એકબીજાના જીવના દુશ્મન બની જતા હોય છે. ખાસ કરીને પૈસા અને પ્રેમ સંબંધમાં થતી જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં તેવી જ એક ઘટના સામે આવી છે.

માત્ર 5 રૂપિયાની ગુટખા માટે એક દુકાનદારે યુવકનો જીવ લઈ લીધો. આ ઘટના બનતા જ ચારે બાજુ ભય નો માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તેમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ ધારદાર વસ્તુ હાથમાં લઈને એક યુવકની પાછળ દોડતો જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર 5 રૂપિયાની ગુટકા માટે એક દુકાનદાર દ્વારા એક યુવકની ખૂબ જ જબરદસ્ત ધુલાઈ કરવામાં આવી હતી. દુકાનદારે અને તેના બે દીકરાઓએ મળીને યુવકને પકડી લીધો હતો અને ત્યારબાદ લોખંડના સળિયા વડે તેના માથાના ભાગે પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

મૃત્યુ પામેલા યુવકની બહેનનું 11 દિવસ પહેલા જ બીમારીના કારણે અવસાન થયું હતું અને અત્યારે દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો. મૃત્યુ પામેલા યુવકનું નામ સુભાષ છે અને તેની ઉંમર 26 વર્ષની છે. તે એક ડ્રગ્સનો વ્યસની હતો. આજરોજ બપોરે 03:00 વાગ્યાની આસપાસ સુભાષ કરણસિંહ નામના વ્યક્તિની દુકાન પર આવ્યો હતો.

દુકાન પરથી તેણે પાંચ રૂપિયાની ગુટકાનું પેકેટ લીધું હતું. જ્યારે દુકાનદારે તેની પાસેથી પૈસા માગ્યા ત્યારે તેને દુકાનદારને ન કહેવાના શબ્દો કીધા હતા અને દુકાનદારને ધમકી આપીને ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ કરણસિંહ પોતાના દીકરા સચિનને ફોન કર્યો હતો.

સચિન લોખંડનો સળીયો લઈને ત્યાં પહોંચી ગયો હતો. ત્યારબાદ બંનેએ મળીને સુભાષ ઉપર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં સુભાષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે ઘટના સ્થળે જ બેભાન થઈ ગયો. ત્યારબાદ આસપાસના લોકો અને સુભાષના પરિવારના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

સુભાષને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે સુભાષને મૃત જાહેર કર્યો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *