તમે ખજૂર ભાઈ ને તો જાણતાજ હશો. ખજૂર ભાઈ એટલે કે નીતિન જાની જે આજે ગુજરાતમાં ખૂબ જ મોટા હાસ્ય કલાકાર છે. જે YouTube પર comedy video બનાવે છે. આજે ખજૂર ભાઈ ગુજરાતીના લોકોના દિલમાં વસે છે. ગુજરાતમાં તો એમ પણ કહેવાય છે કે સોનુ સુદ તરીકે ખજૂર ભાઈ છે. હાલ ખજૂર ભાઈ જરૂર મંત લોકોને ખૂબ સેવા કરી રહ્યા છે. આ બધી સેવાના કારણે ખજૂર ભાઈ એટલે કે નીતિન જાની ગુજરાતીમાં ખૂબ જ ચર્ચામાં રહે છે અને તે લોકોની ખૂબ જ સેવા કરી રહ્યા છે.
હાલ ખજૂર ભાઈ લોકોની ખુબ જ સેવા કરી રહ્યા છે. ખજૂર ભાઈ ની મોટી વાત તો એ છે કે તેને 230 થી વધારે ઘરો બનાવી નાખ્યા છે. તેવામાં હાલ એક એવી જ એક ઘટના સામે આવી છે જે બારડોલી થી વ્યારા ની વચ્ચે આવેલાટીચકપુરા ગામમાં એક માતા ની 32 વર્ષની દીકરી નીલમબેન સાથે રહે છે.

ઘરની પરિસ્થિતિ જણાવીએ તો નીલમબેન ની માતા મજૂરી કામ કરે છે. એની એવી પરિસ્થિતિ છે કે જે આખો દિવસ પથારીમાં જ રહે છે અને તેનો દિવસ આવી રીતે જ ગુજારે છે અને વધારે વાત કરીએ તો તે ઉભા પણ થઈ શકતા નથી એટલા માટે જ તે આખો દિવસ સુઈ રહે છે અને તેમ તેમના રહેવા માટે ઘર રહેલું હતું પરંતુ તેનું છાપરું બરાબર ન હતું તો ખજૂર ભાઈને માહિતી મળતા જ ખજૂર ભાઈ મુલાકાતે આવ્યા.

ખજૂર ભાઈને આ પરિસ્થિતિ ખબર પડતા જ તેને નક્કી કરી નાખ્યું અને તેઓ એ ઘરની બધી જવાબદારી ઉપાડી લીધી અને ખજૂર ભાઈ તેને નવું ઘર બનાવી આપ્યું અને ઘર બનતા સાત દિવસ લાગ્યા હતા અને લાખો રૂપિયા ખજૂર ભાઈ ખર્ચા હતા તે ઘર માટે. ને ખજૂર ભાઈ નવું ઘર બનાવી આપ્યું સાથે સાથે ખજૂર ભાઈ એટલા દિલદાર છે કે તેને ઘરની બધી જ વસ્તુ લઈ આપી. આવા કાર્યને લીધે ખજૂર ભાઈ ખુબજ ચર્ચામાં રહે છે અને ગુજરાતીના દરેક વ્યક્તિના દિલમાં વસે છે.