તમે અવારનવાર પ્રેમ સંબંધોના કિસ્સાઓ સાંભળ્યા જ હશે. ઘણી વખત કોઈ યુવક અને યુવતી પ્રેમ સંબંધમાં હોય અને યુવતીના પરિવારને તે સંબંધ મંજૂર ન હોય તો ઘણી વખત લોકો કોઈ પણ હદ પાર કરી નાખે છે. હાલમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે.
ભોપાલમાં બહેનને તેના બોયફ્રેન્ડ સાથે ફરતી જોઈને ભાઈએ સ્કુટીને ટક્કર મારી. જીવ બચી જતા આરોપીએ બંને પર જાહેરમાં હુમલો કર્યો. તેણે યુવતીને પણ માર માર્યો. અયોધ્યા નગરીમાં બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.
પોલીસે તેના ભાઈ અને વાહન ચલાવનાર ની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર બોર્ડ કોલોની માં રહેતો વિજય ખાનગી નોકરી કરે છે. તેણે જણાવ્યું હતું કે યુવતી સોમવારે સાંજે ચાર વાગે સ્કુટી પર બેસીને અયોધ્યા શહેર તરફ આવી રહી હતી. અને તેના ભાઈએ અમે બંનેને સાથે જોયા અને કહ્યું કે જીવતા નહીં છોડે સાથે ધમકી પણ આપી હતી.
તેના ભાઈએ કહ્યું કે તમારા પ્રેમના કારણે અમારી બદનામી થઈ રહી છે. તેની ધમકીથી ડરીને અમે મીનલ તરફ દોડવા લાગ્યા હતા. પછી તે કાર લઈને અમારા બંનેની પાછળ આવ્યો. આગળ જતા જ તેના ભાઈએ કાર સ્કુટી પર ચડાવી દીધી.
ઇજાના કારણે ઘણું ખરું લોહી વહી ચૂક્યું હતું, પરંતુ તેના ભાઈ અમને બંનેને માર મારવાનું શરૂ રાખ્યું. સ્થાનિક લોકોએ અમને બચાવ્યા હતા. અયોધ્યા નગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કહે છે કે યુવક અને યુવતી એકબીજાને પ્રેમ કરે છે, પરંતુ યુવતીના પરિવારજનો રાજી નથી. આવી પરિસ્થિતિમાં બંને ભાગીને લગ્ન કરવાનો પ્રયત્ન કર્યો હતો.