અમદાવાદ શહેરમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અત્યારે ભરપૂર માત્રામાં લાખો લોકો મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે મુલાકાત લેતા લોકો સારી રીતે ભોજન મેળવી શકે તે માટે 30 જેટલી પ્રેમવતી પણ ઊભી કરવામાં આવી છે જેમાં અલગ અલગ પ્રકારના નાસ્તાઓ થી લઈને ભોજન સહિતની તમામ વસ્તુઓ મળી રહે છે.
પ્રેમવતી સિવાય હરિભક્તોના ભોજન માટે એક વિશાળ રસોડું બનાવવામાં આવ્યું છે. આ રસોડાનું મેનેજમેન્ટ જોઈને તમે પણ ચોકી જશો. આ રસોડામાં હજારોની સંખ્યામાં સ્વયંસેવકો ખડે પગે ઊભા રહીને સેવા કરી રહ્યા છે. કરિયાણા થી લઈને નાની નાની તમામ વસ્તુઓનો જથ્થો ત્યાં ભેગો કરવામાં આવ્યો છે. એક સાથે આટલો મોટો જથ્થો તમે કદાચ ક્યારેય પણ નહીં જોયો હોય.
મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે રસોડાની અંદર પણ સારામાં સારી સ્વચ્છતા જોવા મળે છે. ઓસ્ટ્રેલિયા થી પ્રમુખસ્વામી મહારાજની સેવામાં આવેલા નિલેશભાઈએ 11 નંબરની પ્રેમવતી નું સંપૂર્ણ આયોજન હાથમાં લીધું છે. આ નગરમાં દેશ-વિદેશથી હજારો લોકો સેવા કરવા આવી રહ્યા છે.
નિલેશભાઈ વધુમાં જણાવતા કહ્યું હતું કે દરરોજ લાખો લોકો આ નગરની મુલાકાત લે છે ત્યારે આ લોકોને ભોજન મળી રહે તે માટે સવારે ત્રણ વાગ્યાથી રસોડાની શરૂઆત થઈ જાય છે અને રાત્રે 10:00 વાગ્યા સુધી રસોડું નોન સ્ટોપ ચાલુ રહે છે. 30 જેટલી પ્રેમવતી ની અંદર 3900 જેટલા હરિભક્તો સેવા આપી રહ્યા છે. 1700 થી વધારે વધે હરિભક્તો પ્રોડક્શન ની અંદર કામગીરી બજાવી રહ્યા છે. 2000 જેટલા લોકો ફૂડ સપ્લાયમાં જોડાયેલા છે.