સોશિયલ મીડિયામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.Instagram પર એકબીજાને જોયા પછી બંનેને પ્રેમ થઈ ગયો અને લગ્ન પણ કરી લીધા. અગાઉ બંને શાળામાં મળ્યા હતા. પરંતુ ચાર વર્ષ સુધી તેમની કોઈ મુલાકાત થઈ જ ન હતી. તે બંને પોતપોતાના જીવનમાં ખૂબ જ ખુશ હતા. પરંતુ રાત્રે છોકરો instagram પર લાઈવ આવ્યો અને પછી થયું એવું કંઈક કે તેના જીવનનો સૌથી મોટો વળાંક આવ્યો.
Youtube પર સ્ટ્રગલ લાઈફ ચેનલ ને આપેલા ઇન્ટરવ્યૂમાં મીઠું અને નિતેશ નામના કપલે પોતાની આ લવ સ્ટોરી શેર કરી છે. મીઠું એ જણાવ્યું કે જ્યારે તે શાળાએ જતી ત્યારે નિતેશ ત્યાં અવારનવાર આવતો હતો. ત્યાં તેઓ થોડી ઘણી વાતો કરતા પરંતુ પછી કોઈ લાગણીઓ હતી નહીં.
સ્કૂલ પૂરી થતાં તેઓનું મળવાનું બંધ થયું. તેઓ લગભગ ચાર વર્ષથી મળ્યા ન હતા પરંતુ એક દિવસ તેઓને instagram પર ભેગા થઈ ગયા. મીઠું કહે છે કે તેને રાત્રે ઊંઘ પણ નહોતી આવતી. ત્યાર પછી નિતેશ instagram પર આવ્યો, તે પોતાના મિત્રો સાથે રાતની મજા માણી રહ્યો હતો.
મોડી રાત સુધી વાતો કરી
મીઠું એ નિતેશનુ લાઈવ જોયું હતું. નિતેશ મીઠું ને ઓળખી ગયો તેને તરત જ મીઠું ને મેસેજ કર્યો. થોડી જ વારમાં મીઠું એ પણ તેને સામેથી જવાબ આપ્યો અને બંનેની વાત શરૂ થઈ ગઈ. મીઠું એ મેસેજમાં પૂછ્યું કે આટલી મોડી રાતમાં આ શું થઈ રહ્યું છે? ત્યારે જવાબમાં નિતેશે કહ્યું કે હું હમણાં જ ઘરે જઈ રહ્યો છું. પછી નિતેશ ઘરે જાય છે ત્યાં સુધી તેમની વાતો ચાલુ રહે છે. તેઓએ લગભગ ત્રણ વાગ્યા સુધી વાતો કરી.
ઘટનામાં રસપ્રદ વાત એ છે કે નિતેશે રાત્રે મીઠું ને પ્રપોઝ કર્યુ હતું. બે દિવસ પછી મીઠું નો જવાબ હા આવે છે. અને બંનેએ નક્કી કર્યું કે તેઓ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ તરીકે નહીં રહે પરંતુ સીધા લગ્ન કરી લેશે. તેણે તેના પરિવારને સમગ્ર હકીકત જણાવી. પરિવાર પણ તેઓની સાથે જોડાયો. અને બંનેએ લગ્ન કરી લીધા.