સલમાન ખાન હાલમાં જ એક પાર્ટીમાં જોવા મળ્યો હતો પાર્ટીમાં એન્ટ્રી કરતા ચાહકો પણ કન્ફ્યુઝ થઈ ગયા.
શું કર્યું સલમાન ખાને?
સલમાન ખાન પાર્ટીમાં એન્ટ્રી કરતો કરતો હોય તેવો એક વિડિયો સામે આવ્યો છે. વીડિયોની અંદર સલમાન ખાનના હાથમાં અડધો ભરેલો ગ્લાસ છે. ફોટોગ્રાફરસને જોઈ સલમાન ખાન ગ્લાસ છુપાવવાની કોશિશ કરે છે. આમાં સૌથી હાસ્યસ્પદ વાત એ હતી કે સલમાન ખાને ગ્લાસ પોતાના જીન્સના ફ્રન્ટ સાઈડ પોકેટમાં મૂક્યો હતો.
કોની પાર્ટી હતી?
સલમાન ખાન ફિલ્મ પ્રોડ્યુસર મુરાદ ખેતાનીની પાર્ટીમાં આવ્યો હતો. સલમાન ખાન તેની કારમાંથી નીચે ઉતરે છે અને હાથમાં ગ્લાસ હતો. તે ગ્લાસ જીન્સના પોકેટમાં મૂકીને સલમાન ખાન પાર્ટીમાં એન્ટ્રી લે છે.
સોશિયલ મીડિયા પર લોકો શું કહી રહ્યા છે?
આશ્ચર્યની વાત એ છે કે સલમાન ખાન જ્યારે પાર્ટીમાંથી બહાર આવે છે ત્યારે પણ તેના હાથમાં એ ગ્લાસ હોય છે અને તે હાથમાં ગ્લાસ રાખીને ફ્રન્ટ સીટ પર બેસી જાય છે. સલમાન ખાનનો આ વિડિયો જોઈ ચાહકો કન્ફ્યુઝ થઈ ગયા. ઘણા દર્શકોએ સવાલ કર્યો હતો કે આખરે ગ્લાસમાં હતું શું? ઘણા લોકોએ સવાલ કર્યો હતો કે ગ્લાસમાં વોડકા હતુ કે જીન ટોનિક? ઘણા દર્શકોને નવાઈ લાગી કે આ ગ્લાસ સલમાન ખાને કેવી રીતે પોકેટમાં મૂક્યો. ઘણા દર્શકો એવું કહેતા હતા કે ગ્લાસમાં પાણી હતું.