આજરોજ 1 ડિસેમ્બરના રોજ સવારે 9:00 વાગ્યા થી સાંજે 5:00 વાગ્યા સુધી ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે લોકો વહેલી સવારથી જ મત આપવા માટે ઉંટી પડ્યા હતા. ત્યારે મતદાન કરવા માટે આવેલા જાણીતા લોક ગાયક કિર્તીદાન ગઢવીને મતદાન કરતા અટકાવવામાં આવ્યા અને તેને પોણો કલાક બેસવું પડ્યું.
કીર્તન ગઢવી ને અટકાવવા પાછળનું કારણ હતું કે તેની પાસે મતદાન ની હાર્ડ કોપી ન હતી જેના કારણે પ્રિસાઇડિંગ ઓફિસરે તેમને મતદાન ન કરવાનું કીધું . ત્યારે કિર્તીદાન ગઢવીએ દલીલ કરતા કહ્યું કે મારી પાસે આધાર કાર્ડની ડિજિટલ કોપી છે. છતાં તેને ત્યાં પોણો કલાક સુધી બેસવું પડ્યું હતું અને ઓરીજનલ કોપી આવી પછી તેમને મતદાન કરવાની મંજૂરી આપી.
હું હજુ કેટલી રાહ જોઉં?
મતદાન ન કરવા દેતા કિર્તીદાન ગઢવીએ મીડિયા ને જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી સાહેબ હંમેશા નિયમિત ડિજિટલ ઇન્ડિયા ની વાતો કરે છે પરંતુ મતદાનની પ્રક્રિયામાં ડિજિટલ ઇન્ડિયા નો અમલ કેમ નથી થતો. હું અહીં 45 મિનિટથી રાહ જોઈ રહ્યો છું મારી પાસે હાર્ડ કોપી નથી પરંતુ ડિજિટલ કોપી છે છતાં મને મતદાન કરવા દેતા નથી. આ રીતે ભારત દેશ કઈ રીતે ડિજિટલ બનશે.
કિર્તીદાન ગઢવીએ વધુમાં કહ્યું કે અધિકારીઓને પણ અપીલ છે કે તેઓ આ વાત મોદી સાહેબ સુધી પહોંચાડે આમ તો ચાલતું હશે ભારતમાં ડિજિટલ ઇન્ડિયા નું કેમ્પેઈન ક્યારેય સફળ નહીં થાય અને મારી જેવા સેલિબ્રિટી ને આટલી વાર સુધી રાહ જોવી પડે તો નવા મતદારો જે પ્રથમવાર મતદાન કરવા આવી રહ્યા છે તેની પાસે પણ આવું પ્રુફ નહીં હોય તો શું તે મતદાન નહીં કરે?