ઋષભ પંતની ગર્લફ્રેન્ડ આટલી સુંદર અને હોટ દેખાય છે…જુઓ પરિવાર સાથેની સુંદર તસ્વીરો

ભારતીય ટીમના વિકેટકીપર અને બેટ્સમેનના રૂપમાં ઓળખ બનાવનાર ઋષભ પંત ટીમના ઉભરતા સિતારા છે. ઘણી વખત તો આ યુવાન ખેલાડીને વિકેટકીપિંગ જોઈને મહેન્દ્ર સિંહ ધોની સાથે તેની તુલના કરવામાં આવે છે. આજે અમે તમને આ લેખમાં ઋષભ પંતનો જીવન પરિચય અને અમુક રોચક જાણકારી આપવાના છીએ. તો ચાલો મિત્રો આજે તમને ઋષભ પંત વિશે અને તેની ગર્લફ્રેન્ડ વિશે જણાવીએ.

ઋષભ પંત ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેનના રૂપમાં ઓળખવામાં આવે છે. ઋષભ પંત નું આખું નામ ઋષભ રાજેન્દ્ર પંત છે. જેનો જન્મ હરિદ્વાર ઉત્તરાખંડના એક કુમાઉની બ્રાહ્મણમાં ૪ ઓક્ટોબર, ૧૯૯૭નાં થયો હતો. તેના પિતાનું નામ રાજેન્દ્ર પંત અને માતાનું નામ સરોજ પંત છે. પંત ની એક મોટી બહેન પણ છે, જેનું નામ સાક્ષી પંત છે. તેની સાથે જ પંત ની ગર્લફ્રેન્ડ પણ છે, જેનું નામ ઈશા નેગી છે, જે એક ઇન્ટિરિયર ડિઝાઇનર નું કામ કરે છે.

ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન ઋષભ પંત નું બાળપણ નો અભ્યાસ ધ ઇંડિયન પબ્લિક સ્કુલ, દેહરાદુન માં થયેલો હતો. ત્યારબાદ રીષભ પંતે ગ્રેજ્યુએટનો અભ્યાસ શ્રી વ્યંકટેશ્વર કોલેજ, દિલ્હી વિશ્વવિદ્યાલય, નવી દિલ્હી થી પ્રાપ્ત કરેલ. વળી ક્રિકેટની દુનિયાની સાથો સાથ ઋષભ પંત શિક્ષિત ખેલાડીઓની સુચિમાં આવે છે.

વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતના પરિવારમાં માં, બહેન અને ઋષભ પંત છે. કારણ કે પંતના પિતા નું નિધન વર્ષ ૨૦૧૭માં હાર્ટ એટેકથી થઈ ગયું હતું. વળી બધા લોકો જાણવા માંગે છે કે આખરે ઋષભ પંતના પિતા રાજેન્દ્ર પંત શું કરતા હતા? જાણકારી અનુસાર તમને જણાવી દઈએ કે ઋષભ પંતના પિતાની પોતાની સ્કુલ હતી. આ સ્કુલમાં દુર-દુર થી બાળકો અભ્યાસ કરવા માટે આવતા હતા. કારણ કે પંતના પિતા રાજેન્દ્ર ઇચ્છતા હતા કે દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત થાય. એટલું જ નહીં પંતની મા સરોજ પંત નું પણ ઋષભ પંતની સફળતામાં મોટું યોગદાન રહેલું છે.

કારણ કે પંતનો પરિવાર ખુબ જ ગરીબ હતો. એક સમય તો એવો હતો કે તેમની પાસે ઘરનું ભાડું ચુકવવાના પણ પૈસા ન હતા. પરંતુ પંત ની માં મંદિરમાં સેવાનું કામ કરીને જીવન પસાર કરતી હતી, જેના લીધે આજે ઋષભ પંત આ સ્થાન સુધી પહોંચવામાં સફળ રહેલ છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન ઋષભ પંતના હજુ સુધી લગ્ન થયેલા નથી, પરંતુ પંતની એક ગર્લફ્રેન્ડ છે જેનું નામ ઈશા નેગી છે, જે એક ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે કામ કરે છે.

ઋષભ પંત અને ઈશા નેગી ની લવ સ્ટોરી ને ૭ વર્ષ થઈ ગયા છે. આ બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે અને એકબીજાની સાથે ખુશ છે. ઋષભ પંત એ વર્ષ ૨૦૧૯ માં એક ઇમેજ શેર કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ શેર ને લીધે દુનિયાને ઋષભ પંતની લવ સ્ટોરી વિશે જાણવા મળ્યું હતું. પંતના જીવનમાં ઈશા નેગી જેવી સુંદર યુવતીના આવવાથી તેનું જીવન વધારે સુંદર બની ગયું હતું. ઈશા નેગીનો જન્મ ૨૦ ફેબ્રુઆરી, ૧૯૯૭નાં રોજ દહેરાદૂનમાં થયો હતો. ઈશા ના પિતા મોહન નેગી એક ખુબ જ મોટા બિઝનેસમેન છે.

ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત એ પોતાની ક્રિકેટ કારકિર્દી અંડર-14 અને અંડર-16 સ્તરથી શરૂઆત રાજસ્થાન ટીમ તરફથી કરી હતી. પરંતુ ભેદભાવને લીધે આ ખેલાડીને રાજસ્થાનની ટીમ છોડીને દિલ્હી આવવું પડ્યું હતું. ત્યારબાદ ઋષભ પંત એ ક્રિકેટ કારકિર્દીને બચાવવા માટે નાની મોટી મેચની મદદ લેવી પડી અને આખરે વર્ષ ૨૦૧૫માં ઋષભ પંતને દિલ્હી તરફથી રમવાનો અવસર મળ્યો હતો.

ત્યારબાદ ઋષભ પંતને ભારત એક ટીમમાં કોચ રાહુલ દ્રવિડનો ખુબ જ વધારે સપોર્ટ મળ્યો, જેના કારણે આ ખેલાડીને પોતાની રમતમાં નિખાર લાવવાનો અવસર મળ્યો હતો. ઋષભ પંતના શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આઇપીએલ-2016 માં દિલ્હી ડેયરડેવિલ્સ ની ટીમે ૧.૯૦ કરોડમાં તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ત્યારબાદ અંડર-૧૯ વિશ્વ કપ આ ખેલાડી માટે ખુબ જ ટર્નિંગ પોઈન્ટ રહ્યો હતો.

ત્યારબાદ ઋષભ પંત એ ૧ ફેબ્રુઆરી, ૨૦૧૭નાં રોજ બેંગ્લોરમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. એટલું જ નહીં ૧૮ ઓગસ્ટ, ૨૦૧૮ માં નોટીંઘમ માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઋષભ પંત એ પોતાનો આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ડેબ્યુ કર્યું અને ૨૧ ઓક્ટોબર, ૨૦૧૮નાં રોજ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વન-ડે માં આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરવાનો અવસર મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *