શાહરૂખ ખાનની પઠાન ફિલ્મને લઈને ગુજરાતમાં ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ આ ફિલ્મના રિલીઝને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. શાહરૂખ ખાનની ઘણા લાંબા સમય પછી રિલીઝ છે ત્યારે આ ફિલ્મને લઈને લોકો વિવાદ કરી રહ્યા છે.
સૌરાષ્ટ્રના પ્રખ્યાત રાજભા ગઢવીએ પઠાન ફિલ્મની રિલીઝ ને લઈને ખૂબ જ મોટો વિરોધ કર્યો છે. પઠાન ફિલ્મના બેશરમ રંગમાં અભિનેત્રી દીપિકા પદુકોણે ભગવા રંગની બિકીની પહેરી અંગ પ્રદર્શન કર્યું છે. તેનો ચારે તરફ ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. તેવામાં રાજભા ગઢવીએ પણ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને પઠાન ફિલ્મનો વિરોધ કર્યો છે.
રાજભા ગઢવી એ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી ધર્મને નુકસાન પહોંચાડે તેવી ફિલ્મો આવી રહી છે. પઠાન ફિલ્મ પણ તેમાંની જ છે. આથી હું દરેક ગુજરાતીઓને વિનંતી કરું છું કે આ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ થવી ન જોઈએ. દરેક લોકો આ ફિલ્મનો વિરોધ કરો. ગુજરાતમાં જેટલા પણ સંગઠનો તેમજ સાધુ-સંતો છે તેમણે એક જૂથ થઈને આ ફિલ્મનો વિરોધ કરવો જોઈએ.