2023 માં મંદી જેવી સ્થિતિ! અમેરિકાના રાષ્ટ્રપતિ Joe Biden એ સ્વીકારી આ વાત

IMFએ વિશ્વભરના દેશો માટે આર્થિક વૃદ્ધિના અંદાજો ઉપર ડેટા જાહેર કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે વિશ્વને અર્થવ્યવસ્થાના મોરચે વધુ ખરાબ તબક્કા નો સામનો કરવો પડી શકે છે.

Recession Fear In United State : IMF અને વિશ્વ બેંક પછી, યુએસના પ્રમુખ જો બિડેને સ્વીકાર્યું હતું કે યુએસ અર્થતંત્રને મંદીનો સામનો કરવો પડશે. વધતી જતી મોંઘવારી અને રશિયા યુક્રેનના યુદ્ધના પગલે અમેરિકી અર્થવ્યવસ્થાની ગતિ થોડી ધીમી પડી શકે છે. અને આપણે વધારે નહીં પરંતુ થોડી મંદીનો સામનો કરવો પડી શકે છે.

2023 માં મંદી ?
મંગળવારે વિશ્વના દેશો માટે આર્થિક વૃદ્ધિના અંદાજો પર ડેટા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં IMFએ કહ્યું હતું કે વિશ્વને અર્થવ્યવસ્થાના મોર છે વધુ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે, અને કદાચ 2023 માં મંદી જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. અમેરિકા, યુરોપ અને ચીનમાં વિકાસની ગતિ અટકી શકે છે. ચીનની મંદીના કારણે વૈશ્વિક અર્થતંત્ર અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. IMF અનુસાર 2023માં એક તૃતીયાંશ દેશોનો આર્થિક વિકાસ દર નકારાત્મક રહેવાની ધારણા છે.

2022 માં અમેરિકાનો વિકાસ દર 1.6% રહેશે
IMF અનુસાર 2022 માં યુએસ અર્થતંત્રનો વિકાસ દર 1.6% રહેવાનો અનુમાન છે. જેના કારણે 2023 માં ઘટીને 1 ટકા પણ થઈ શકે છે. જ્યારે 2021 માં અમેરિકાનો જીડીપી 5.7 ટકા હતો. અમેરિકી રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું હતું કે દેશમાં થોડીક મંદી આવી શકે છે, પરંતુ અમેરિકાની અર્થ વ્યવસ્થા એટલી મજબૂત છે કે તેને આ પડકારનો સામનો કરવામાં વધારે મુશ્કેલી નહીં પડે. જ્યારે બિડેનને પૂછવામાં આવ્યું કે શું અમેરિકાને આવનારી મંદિર માટે તૈયારી કરવી જોઈએ, ત્યારે તેમણે જવાબ આપ્યો કે બિલકુલ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *