આપણા દેશમાં દેવી-દેવતાઓને લોકો ખૂબ જ માનતા હોય છે. મંદિર સાથે કોઈક ને કોઈક ઇતિહાસ અને કારણ જોડાયેલું હોય છે. હજી પણ ઘણા એવા મંદિર છે જ્યાં ચમત્કાર સતત જોવા મળે છે. અમે તમને એવા જ એક ચમત્કારની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં આઈ શ્રી મોગલ માતાનું ધામ આવેલું છે.
મા મોગલ ને લોકો ખૂબ જ માને છે અને તેના પરચાઓ તમે પણ સાંભળ્યા જ હશે. કહેવાય છે કે મોગલ માં દરેક લોકોની સમસ્યા દૂર કરે છે. કબરાઉ ધામમાં મોટી સંખ્યામાં લોકો માનતા પુરી કરવા માટે આવે છે. ઘણા પોતાની તકલીફો લઈને દર્શન કરવા માટે આવે છે અને તેના દર્શન માત્રથી જ ભક્તોના તમામ દુઃખ દૂર થઈ જાય છે.

હાલ એક વિડીયો સામે આવ્યો છે અને આ વીડિયોમાં હકીકત પણ છે. આ વીડિયોમાં એક પિતા પોતાના દીકરાને લઈને કબરાઉ ધામ પહોંચ્યા હતા. પિતાએ કહ્યું કે મારા દીકરાની બંને કિડની ફેલ થઈ ગઈ છે. લાખો રૂપિયાની દવાઓ કરી છતાં તેને કોઈ ફરક પડ્યો નહીં. ત્યારે મણીધર બાપુ એ દીકરાના બંને હાથ પોતાના હાથમાં લઈને કહ્યું “મારી કિડની તું લઈ લે અને તારી કિડની મને આપી દે”.
લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો છે કારણકે મણીધર બાપુ સૌના પ્રિય છે. ત્યારે મણીધર બાપુ એક રૂપિયો ઉમેરીને તેમને પરત આપે છે અને પૈસા બહેન દીકરીને આપી દેવા પણ સૂચના આપે છે. મોગલ ધામમાં પોતાનું કામ પૂરું થતાં જ લોકો લાખો અને હજારો રૂપિયા ચઢાવવા માટે એક પણ વખત વિચારતા નથી.