‘રામ રાખે તેને કોણ ચાખે’ – પરિવાર ક્યારે પણ નહીં ભૂલી શકે આ સેલ્ફી… જાણો સમગ્ર ઘટના

હાલ ગુજરાત મોરબીમાં ઘટના ઘટી છે તે ખૂબ જ દુઃખમય છે. મોરબીમાં જે ઘટના થઈ છે તે ઘટનાને લીધે ઘણા બધા હસતા ખેલતા પરિવાર વિખરાઈ ગયા છે. જ્યારે તેમાં કેટલાક પરિવારો ચમત્કારી બચત થયેલ છે. ત્યારે આપણે એક એવા જ પરિવારની વાત કરવા જઈ રહ્યા છીએ જે પરિવારના દીકરાના કારણે આજે આખો પરિવાર બસી ગયો છે.

જેમાં ગુજરાતમાં ઘણી બધી વ્યાખ્યાઓ છે તેમાની એક વ્યાખ્યા ખુબ પ્રખ્યાત “રામ રાખે તેને કોણ ચાખે” સાથે પરિવાર માટે સાચી પડી છે. મોરબી ખાતે થયેલી ઘટના પરિવાર રાજુલા શહેરના દુર્લભ નગરમાં રહેતા ભાનુભાઈ મહેતાનો પરિવાર અને તેમના સગા સાથે મોરબી ગયા હતા. ભાનુભાઈ મહેતા, સાગરભાઇ મહેતા, કોમલબેન, ખેવના અને નેત્ર સહિતના પરિવારના લોકો ઝૂલતા પૂલ પર ફરવા માટે ગયા હતા.

પુલ પર પરિવાર ચાલતા ચાલતા જાત હતા ત્યાં થોડીક સુધી પહોંચ્યો ત્યાં પુલ હલવા લાગ્યો હતો. જેના કારણે નવ વર્ષના બાળક નેત્રને ગભરાઈ ગયો હતો તેથી ડરને કારણે તે રડવા લાગ્યો હતો અને પુલમાંથી બહાર આવવાની જીદ કરી હતી. ત્યારબાદ પરિવારના લોકોએ પુલ ઉપર એક સેલ્ફી લીધી અને ત્યારબાદ આખો પરિવાર પુલની બહાર આવી ગયો હતો.

તે પછી એ પરિવાર લોકો તેમની ગાડી લઈને નીકળી ગયા હતા અને માત્ર 15 મિનિટ બાદ પુલ તૂટી પડ્યો. આ પરિવારે પુલ પર લીધેલી સેલ્ફી સોશિયલ મીડિયા ઉપર મૂકી હતી. આ ઘટના બનતા જ સગા સંબંધીઓ ચિંતામાં મુકાઈ ગયા હતા અને ત્યારબાદ સતત પરિવારના લોકોને ફોન કરવા લાગ્યા હતા.

આ નવ વર્ષના બાળકના કારણે આજે આખો પરિવાર જીવીત બસી ગયો છે જો બાળક પુલ ઉપર રડ્યો ન હોત તો આજે આખો પરિવાર દુનિયાની છોડીને ચાલી ગયો હોત. દિવ્યભાસ્કર સાથે વાત ઉપરથી નીકળી જવાનું માત્ર એક જ કારણ હતું.

ત્યારે અમે પુલ ઉપર અડધી સુધી પહોંચ્યા ત્યારે 9 વર્ષ બાળક રડવા લાગ્યો હતો અને કહેતો હતો કે પપ્પા મને બીક લાગે છે. જેના કારણે અમે એક સેલ્ફી લઈને અડધી થી જ પાછા વળી ગયા હતા. આજે છોકરાને લીધે કારણે બચી ગયા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *