રામ ચરણ અને ગણેશ આચાર્ય “મૈં ખિલાડી તુ અનાડી” સોંગ પર જોરદાર ડાન્સ- જુઓ વિડિયો

અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી આ ટૂંક સમયમાં ફિલ્મ ‘સેલ્ફી’નું જબરદસ્ત પ્રમોશન કરી રહ્યા છે. જયારે 90ના દાયકા મૂવી હિટ ટ્રેક ‘મેં ખિલાડી તુ અનારી’નું રિક્રિએશન રિલીઝ કરવામાં આવ્યું છે.સાઉથના લોકો સેલેબ્સ આ ગીતની મજા મસ્તી અને રીલ લેતા જોવા મળ્યા હતા.

હાલમાં કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ પોતાના સોશ્યિલ મીડિયાના એકાઉન્ટ પરથી એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં સાઉથનો સુપરસ્ટાર રામ ચરણ તેની સાથે ‘મેં ખિલાડી તુ અનારી’ ગીત પર ડાન્સ કરતો જોવા મળે છે. આ વિડિઓ અપલોડ કરતાં ગણેશે લખ્યું, ‘મને આનંદ છે કે તમે આ આનંદ કર્યો.’

સાથે સાથે રામચરણે આ વીડિયોને પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર પણ શેર કર્યો અને લખ્યું, ‘અક્ષય સર માત્ર ને માત્ર તમારા માટે.’ આ પહેલા ટાઈગર શ્રોફ અને સલમાન ખાન પણ આ ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘સેલ્ફી’ 24 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે અને અક્ષય અને ઈમરાન પહેલીવાર સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળશે.

અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી ફિલ્મ ‘સેલ્ફી’નું ખુબ સારું પ્રોમોશન કરી રહ્યા છે. મેં ખિલાડી તુ અનારી લોકો હાલ મોટા મોટા સ્ટાર થી લઈને નાના ક્રિએટર લોકો રીલ બનાવીને સોશ્યિલ મીડિયા માં શેર કરતા જોવા મળશે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *