મિત્રો સોશિયલ મીડિયામાં તમે અવારનવાર કોઈ છોકરીની છેડતી અથવા તો તેની સાથે કોઈ ખરાબ હરકતો કરતો વીડિયો જોયો હશે. હાલ રાજકોટમાંથી એક એવી જ ઘટના સામે આવી છે લિફ્ટ ની અંદર યોગા ટીચર સાથે અશ્લીલ હરકત કરી ગાળું દબાવ્યું અને મારપીટ કરી જેના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે તપાસ હાથ ધરીને વિકૃતિ યુવક કૌશલ રમેશભાઈ પીપળીયા ની ધરપકડ કરી છે. પોલીસની તપાસ કરતાં જાણવા મળ્યું કે કૌશલ કુસ્તીબાજ છે અને તેણે ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કરેલો છે. પરંતુ કૌશલ માનસિક રોગથી પીડાય છે તેથી આવી હરકતો કરે છે અને કૌશલે તેની કબુલાત પણ આપી છે.

શું છે સમગ્ર ઘટના
મહિલાએ જણાવ્યું હતું કે તે એક યોગા ટીચર છે અને મંગળવારે 6:30 વાગ્યે આસપાસ ઘરેથી યોગા ક્લાસીસ જવા નીકળી હતી. સાંજે 6:40 વાગ્યા આસપાસ તે મેઇન રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં પહોંચી હતી ત્યાં એક અજાણ્યો માણસ માસ પહેરીને ટુવીલ પર બેઠો હતો. મહિલા જ્યારે સ્કૂટી પાર્ક કરી લિફ્ટમાં પહોંચી ત્યારે આ વ્યક્તિ લિફ્ટ ખુલી રાખી ઉભો રહી ગયો.
મહિલાએ જ્યારે દરવાજો બંધ કરવાની કોશિશ કરી ત્યારે આ વ્યક્તિએ હાથ આડો રાખી લિફ્ટ ખોલી નાખી અને યુવતી સાથે નથ નવા ચાળા કરવાનું શરૂ કર્યું. અશ્લીલ હરકત કરતા મહિલાએ યોગાની મેચ આડી રાખી અને લિફ્ટની બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. જ્યારે મહિલાએ યુવકને ત્યાંથી જવાનું કહ્યું ત્યારે આ યુવક તેને મારવા લાગ્યો તેણે મહિલાને માથાના ભાગે અને ગાલે થપ્પડ મારી અને તેનું ગળું દબાવી દીધું. ત્યાર પછી મહિલાને ધક્કો મારીને ત્યાંથી ભાગી ગયો.
1500 થી વધુ સીસીટીવી ચેક કર્યા પછી આરોપી હાથે ચડ્યો
પોલીસે આરોપીની ધરપકડ કરવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ આ કેસ પોલીસ માટે પડકાર બન્યો. આરોપીએ માસ પહેર્યું હતું જેથી તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. જોકે પોલીસે ટેકનીકલ હુમન્સસોર્સ દ્વારા તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી. જે જગ્યા પર ઘટના બની એ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ 1500થી વધુ સીસીટીવી ચેક કર્યા બાદ આરોપી કૌશલ રમેશભાઈ પીપળીયા ની ધરપકડ થઈ હતી.