રાજભા ગઢવી ડાયરામાં આટલા પ્રખ્યાત હોવા છતાં આજે ગુજરાતમાં બહુ ઓછા લોકો તેના વિશે જાણે છે. પોતાના અવાજથી લોકોના દિલ જીતનાર રાજભા ગઢવી ગીરના જંગલોમાં સિંહની વચ્ચે મોટા થયા છે. તેનો જન્મ પશુપાલક પરિવારમાં થયો હતો અને તેના પિતા દ્વારા તેને વાંચવાનું અને લખવાનું શીખવાડવામાં આવ્યું હતું. અભણ હોવા છતાં રાજભા ગઢવીએ મહેનત કરીને પોતાનું નામ બનાવ્યું છે.

હાલમાં રાજભા ગઢવીએ તેના ખેતરના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ગીરની વચ્ચોવચ આવેલું તેનું ખેતર કોઈ મહેલથી ઓછું નથી. જ્યારે તેની ભેંસ ચરતી હોય ત્યારે તેને રેડિયો ભજન સાંભળવાનો આનંદ આવે છે. આ ઉપરાંત ખેતરમાં વિવિધ ફળો અને કેસર કેરી ઉગાડે છે.

રાજભા ગઢવીએ તેના ખેતર ઉપરાંત તેના પરિવાર માટે એક આલિશન ઘર પણ બનાવી ચૂક્યા છે અને તે ફોર્ચ્યુનર કાર ચલાવે છે. તેણે ગીરની ગંગોત્રી નામનું પુસ્તક લખ્યું છે જેમાં ગીતોની રચનાઓ કરી છે. જ્યારે તે તેના કાર્યક્રમમાં આ ગીત ગાય ત્યારે તેના ચાહકો તરફથી તાળીઓનો ગડગડાટ જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે મોરારીબાપુ અને કિર્તીદાન ગઢવી જેવા વ્યક્તિઓ રાજભા ગઢવીની પ્રતિભાની પ્રશંસા કરે છે. રાજભા ગઢવી નું કુદરત સાથે જોડાણ અને ગીરના જંગલમાં તેના ઉછેર એક કલાકાર તરીકે કરવામાં આવ્યો હતો. તેનો પ્રેમ ખેતર અને ઘર પ્રત્યે ખૂબ જ જોવા મળે છે.
