હવામાન વિભાગે કેરળ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં આઠ અને નવ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી આપી હતી. ત્યારે કર્ણાટકની રાજધાની બેંગલોરમાં જનજીવન જોખમમાં આવી ગયું છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને રસ્તાઓ પર હોડીઓ ફરતી થઈ છે. સિલિકોન વેલી કહેવાતા બેંગ્લોરમાં પહેલીવાર આવી સ્થિતિ સર્જાય છે. જ્યાં ચારેય બાજુ પાણી જ પાણી જોવા મળે છે. IT કર્મચારીઓ ઓફિસ જવા માટે ટ્રેક્ટર અને JCB માં જઈ રહ્યા છે.
બેંગ્લોરોમાં ભારે વરસાદને કારણે સોમવારે 23 વર્ષની એક યુક્તિ નું મોત થયું હતું. પાણી ભરેલા રસ્તા પર સ્કુટી લપસી ગયા બાદ તેને નજીકમાં ઇલેક્ટ્રીક પોલને ટેકો આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલ પરથી વીજ કરંટ લાગતા તેને જીવ ગુમાવ્યો હતો.
50 રૂપિયા આપીને ટ્રેક્ટરમાં જાય છે IT કર્મચારીઓ :
બેંગ્લોરમાં સતત વરસાદને કારણે વીજળી અને પાણી પુરવઠો ઠપ થઈ ગયો છે. આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. તેથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો સપ્લાય કરવા માટે બોટ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બેંગ્લોરમાં બે દિવસથી ટ્રાફિકની સમસ્યા પણ વધી ગઈ છે. આઇટી કર્મચારીઓ ઓફિસે જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. એક કર્મચારીએ જણાવ્યું હતું કે વરસાદના કારણે અમારા કામ પર અસર પડી છે આથી અમે 50 રૂપિયા આપીને ટ્રેક્ટરમાં ઓફિસ જઈએ છીએ. મુખ્યમંત્રી બસોરાજ મોમાઈએ ખાતરી આપી કે તેઓ કર્મચારીઓની સમસ્યા અંગે આઇટી કંપનીઓ સાથે વાત કરશે.