અમદાવાદ : રેલવેમાં મુસાફરી કરતાં મુસાફરોની નજર ચૂકવી ન જોઈએ. રેલ્વે મુસાફરીમાં અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મુસાફરોની નજર ચૂકવીને રોકડ રકમ અથવા તો દાગીના ની ચોરી કરતા પ્રેમી પંખીડાઓ ની રેલવે LCB પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા યુવક યુવતી લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. અને બંને અલગ અલગ રાજ્યમાં રહેતા હોવાથી ટ્રેનમાં એકબીજાને મળવા આવતા અને મોકો મળતા જ કીમતી વસ્તુઓની ચોરી કરતા.
આ બંને પ્રેમી પંખીડા ઓ ના નામ વિક્રમ ગાંગડીયા અને ગીતા દેવીપુજક છે. બંને આરોપી એકબીજાને મળવા માટે રેલવે મુસાફરી કરતા હતા અને મુસાફરી દરમિયાન જે પણ વૃદ્ધો અને આધેડ વ્યક્તિઓનો મોકો મળતા જ દાગીના કે રોકડ રકમની ચોરી કરતા.
પકડાયેલા આરોપી પાસેથી ચોરીનો મુદ્દા માલ કબજે કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપીનો પતિ થોડાક સમય પહેલા અવસાન પામ્યો હતો અને પતિના મિત્ર સાથે જ તેને પ્રેમ સંબંધ બંધાયો હતો અને અવારનવાર તેઓ મુલાકાત કરતા હતા. ઝડપાયેલા આરોપીઓમાં વિક્રમ દેવીપુજક જયપુરમાં કાપડનો ધંધો કરતો હતો અને મહિલા આરોપી ગીતા મુંબઈમાં ફૂલની લે વેચ કરતી હતી. હાલમાં પોલીસ બંનેએ અગાઉ કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે તે દિશામાં તપાસ કરી રહી છે.