હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે પ્રચાર કરવા રાહુલ ગાંધી રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધતા કહ્યું, ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો લોકો અહીં આવ્યા છે તેઓ વિચારધારાની લડાઈ લડી રહ્યા છે. કહ્યું કે સરદાર પટેલના મોઢામાંથી જે શબ્દો નીકળતા હતા તે ખેડૂતોના હિત માટે નીકળતા હતા. તેમના વગર અમુલ ઊભું ન થયું હોત. એક બાજુ ભાજપ તેની મૂર્તિ બનાવે છે તો બીજી બાજુ તેનું જ અપમાન કરે છે. કોંગ્રેસે અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કર્યા છે અમે પણ અહીં ખેડૂતોનો ત્રણ લાખનું દેવું માફ કરીશું. ગુજરાતમાં લગભગ કોરોના થી ત્રણ લાખ લોકોના મોત થયા છે શું સરકારે કોઈ વળતર આપ્યું છે? અમે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને ચાર લાખનું વળતર આપીશું. સાથે સાથે દસ લાખ યુવાનોને રોજગારી પણ આપીશું.
ગયા વખતની જેમ જો લડશો તો આ વખતે પણ કોંગ્રેસની સરકાર બની શકે છે:
સરદાર પટેલે ખેડૂતો વિરુદ્ધ એક શબ્દ પણ નથી કહ્યો. BJP એક બાજુ મોટી મૂર્તિ બનાવે છે જે વસ્તુ માટે સરદાર જીવ્યા તેના વિરુદ્ધમાં જ BJP કામ કરે છે. પાછો પે ખેડૂતોના હક છીનવ્યા જેથી ખેડૂતો સરકાર સામે આંદોલન પર ઉતરી આવ્યા છે. હાલ ગુજરાત ડ્રગ્સ નું સેન્ટર બની ગયું છે. તમામ દ્રાક્ષ મુદ્દા પોર્ટ પરથી જ નીકળે છે. તેના પર કોઈ કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી. જો કોંગ્રેસની સરકાર આવશે તો અમે 3,000 થી પણ વધુ અંગ્રેજી માધ્યમની સ્કૂલો બનાવીશું અને છોકરીઓને મફત શિક્ષણ પણ આપીશું. ગેસનો બાટલો ફક્ત ₹500 માં આપીશું.
ભાજપે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત માટે કંઈ કર્યું છે?
ગુજરાતના યુવાનોનું ભવિષ્ય નષ્ટ કરી નાખ્યું છે છતાં કોઈ પગલાં લેતા નથી. ગરીબ હાથ જોડીને જમીન માંગે તો કશું નથી મળતું. જ્યારે ઉદ્યોગપતિઓને જમીન આપી દેવામાં આવે છે. ગુજરાત એક એવો રાજ્ય છે જ્યાં આંદોલન માટે પરમિશન લેવી પડે છે નાના વેપારાની કોઈ મદદ કરતા નથી. GST થી નુકસાન છે છતાં તે ભરવો પડે છે. એરપોર્ટ જેવા તમામ પ્રોજેક્ટ ઉદ્યોગપતિઓ પાસે છે. શું સરદાર પટેલે અંગ્રેજો પાસે આંદોલન કરવા પરમિશન લીધી હતી?
રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા ઝટકો:
રાહુલ ગાંધીના ગુજરાતના પ્રવાસ પહેલા કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. વિશ્વનાથસિંહ એક પત્રમાં કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. મારા જેવા હજારો યુવાનો પક્ષમાં સમય વેડફે છે પક્ષમાં જૂથવાદને કારણે દુશ્મનો પેદા થાય છે જનતાએ પક્ષને ખૂબ જ તકો આપી છે પરંતુ પક્ષ નિષ્ફળ રહ્યો છે. વિશ્વનાથ સિંહ વાઘેલાએ રાજીનામાં આપ્યું ત્યારે જ લખ્યું હતું કે હું મારી જાતને કોંગ્રેસ પક્ષમાંથી મુક્ત કરું છું. 2016 અને 2021 બંને ચૂંટણીમાં કુલ ભેગા મળીને એક કરોડ 70 લાખ જેટલા રૂપિયા મેં અને મારા ગ્રુપે આ પક્ષને આપ્યા હતા. જ્યારે પક્ષે મને આ પદ આપ્યું હતું, આથી એવું કહી શકાય કે કોંગ્રેસે મને જે કંઈ મોટા પદો આપ્યા છે એ મારી પાસેથી પૈસા લઈને વેચાતા મળતા હોય તેમ આપ્યા છે.