PSM100 : લાખો લોકો જમે, પણ ભોજન ખૂટતું નથી – પ્રમુખસ્વામી નગરનું મેનેજમેન્ટ જોઈને તમે પણ ચોંકી જશો

અમદાવાદમાં ઉજવાય રહેલો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં રોજના લાખો હરિભક્તો મુલાકાત લઈ રહ્યા છે. આ નગરની વાત કરીએ તો ત્યાં વિવિધ પ્રકારના નાસ્તાથી લઈને ભોજન સહિતની દરેક વસ્તુઓ મળે છે. આ નગરનું મેનેજમેન્ટ જોઈને તમે પણ ચોકી ઉઠશો.

30 જેટલી પ્રેમવતી
આ નગરનો લાભ લેવા માટે લાખો હરિભક્તો દેશ અને દુનિયામાંથી આવી રહ્યા છે. અત્યારે 600 એકરમાં પથરાયેલા આ નગરમાં કોઈ પણ જગ્યાએ ભીડ ન થાય અને લોકોને સરળતાથી ભોજન મળી રહે તે માટે 30 જેટલી પ્રેમવતી નું નિર્માણ કરાયું છે.

રોજની 5 ટન ખીચડી હરિભક્તો ખાય છે
આ નગરની 30 પ્રેમવતીમાં રોજના 2500 કરતા પણ વધુ લોકો મુલાકાત લે છે. પ્રેમવતીમાં સ્વામિનારાયણની ખીચડી અને પીઝા ડિમાન્ડમાં છે. જેના કારણે માત્ર એક જ દિવસમાં પાંચ ટન ખીચડી બને છે અને લોકો તેનો લાભ લઈ રહ્યા છે.

સવારે ત્રણ વાગ્યાથી પ્રેમવતી નું રસોડું ધમધમે છે
આ નગરમાં રોજના એક લાખથી વધુ લોકો મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે બધા લોકો સુધી ભોજન પહોંચાડવા માટે હાઈફાઈ ટેકનોલોજી વાળા મશીનથી ભોજન તૈયાર કરવામાં આવે છે. જેના કારણે ખૂબ જ ઓછા સમયમાં ભોજન તૈયાર થઈ જાય છે. સવારે ત્રણ વાગ્યાથી રસોડું શરૂ થઈ જાય છે અને રાત્રે 10 વાગ્યા સુધી ધમધમે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *