PM નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું દુઃખદ અવસાન થયું છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી માતા હીરાબાના નિધનની જાણકારી આપી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લખ્યુ હતુ કે શાનદાર શતાબ્દી કા ઇશ્વર ચરણો મેં વિરામ..માં મેં હંમેશા ઉસ ત્રિમૂર્તિ કી અનુુભૂતિ કી હૈ, જિસમે એક તપસ્વી યાત્રા, નિષ્કામ કર્મયાગી કા પ્રતીક ઔર મૂલ્યોં કે પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહા હૈ!

આ પહેલાં 2016માં PM નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત લથડી હતી. ત્યારે પણ તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેઓની તબિયત ખાસ્સી સુધારા તરફ આવી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં 18 જૂને જ તેઓ 100માં વર્ષમાં પહોંચ્યા હતાં.

મોદીના ઘરે 2 દિવસમાં 2 દુર્ઘટના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘરમાં છેલ્લા બે દિવસમાં બે મોટી દુર્ઘટનાઓ થઈ છે. પહેલા કર્ણાટકના મૈસૂરમાં તેમના મોટા ભાઈ પ્રહ્લાદ મોદી રોડ અકસ્માતનો શિકાર થયા હતા. તો વળી બુધવારે તેમની માતા હીરાબેનની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. તેમને અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે.

પ્રહ્લાદ મોદીનો કર્ણાટકના મૈસૂરમાં મંગળવારે એક્સીડન્ટ થઈ ગયો હતો. તેમની સાથે તેમનો દીકરો અને વહુ પણ હતા. ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ હતી. જો કે, હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલી તાજેતરની જાણકારી અનુસાર , તમામ લોકો ખતરામાંથી બહાર છે અને સારી સ્થિતીમાં છે. ડોક્ટર્સનું કહેવું છે કે, ત્રણેયની સારવાર ચાલી રહી છે અને ગુરુવારે સવારે તેમને ડિસ્ચાર્જ કરવામાં આ્વ્યા હતા. જો કે, ડોક્ટર્સની એક ટીમ તેમના સ્વાસ્થ્યની તપાસ કરતી રહેશે.