વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારનો અકસ્માત, કારની અંદર દીકરા આને વહુ સહિત 5 લોકો ઘાયલ

હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીની ગાડીને અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટના મૈસૂર તાલુકાના કડાકોલા પાસે બની, જ્યારે પ્રહલાદ મોદી પોતાની કારથી બેંગલુરુથી બાંદીપુર તરફ જઈ રહ્યા હતા. મર્સિડીઝ બેંઝ ગાડીમાં સવાર પ્રહલાદ મોદીનાં દીકરા, પુત્રવધૂ અને પૌત્ર પણ તેમની સાથે હતાં. આ ઘટનામાં પ્રહલાદ મોદી, તેમનાં પુત્રવધૂ અને પૌત્રને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે તેમના પુત્ર અને ડ્રાઇવર સત્યાનારાયણને સામાન્ય ઈજા પહોંચી છે.

પ્રહલાદ મોદી પોતાના દીકરા, પુત્ર વધુ અને પત્ની સાથે પ્રવાસે જઈ રહ્યા હતા. કર્ણાટકના મૈસૂર નજીક બંદિપુરા તેઓ જઈ રહ્યા હોવાની માહિતી મળી છે અને આ પ્રવાસ દરમિયાન ક્ડકોલા નજીક તેઓનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેઓના પુત્ર અને પુત્રવધૂ પણ કારમાં હાજર હતા. તેઓ પોતાની ગાડી લક્ઝરી કારમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે અકસ્માત નોંધાયો હતો.

તેમણે વધુમાં કહ્યું હતું કે વર્ષ 2024માં પણ ભારતીય જનતા પાર્ટી જ સત્તામાં રહેશે અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ બનશે. પત્રકારોએ તેમને પૂછ્યું કે શું મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના મોડલને અનુસરવામાં આવશે, એના પર જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે આ તો ભાજપ પાર્ટીના હોદ્દેદારો જ કહી શકશે. અમે સામાન્ય લોકો છીએ. મારા મત મુજબ, ગુજરાતની જનતા સમજીવિચારીને જ મત આપે છે. ગુજરાત અને મધ્યપ્રદેશના મુદ્દાઓ અલગ-અલગ છે. મધ્યપ્રદેશમાં કઈ વિચારધારાથી મતદાન થાય છે, એ તમે લોકો અથવા મીડિયા જાણી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *