માં બનવું દરેક માં નુ સપનું હોય છે. ઘણા સમયથી એક કપલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે. આ કપલે ટ્રાન્સ જેન્ડર કર્યો હતો અને પોતાની પ્રેગનેન્સી દરમિયાન આ કપલે ફોટોશૂટ પણ કરાવ્યું. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. ઘણા લોકો આ કપલના સમર્થનમાં હતા તો ઘણા લોકો તેને ટ્રોલ પણ કરતા હતા. હાલ ખુશીના સમાચાર આવ્યા છે આ ટ્રાન્સજેન્ડર પોતાના બાળકને જન્મ આપી ચૂક્યું છે.

આ ઘટના ભારતમાં પહેલીવાર બની છે કે કોઈ ટ્રાન્સજેન્ડરે બાળકને જન્મ આપ્યો હોય. આ કપલે થોડા સમય પહેલા પોતાની પ્રેગનેન્સી વિશે વાત જણાવી હતી.

જીયા પવલે જણાવ્યું કે 8 ફેબ્રુઆરીએ સરકારી મેડિકલ કોલેજમાં 9:30 વાગે ઓપરેશન દ્વારા બાળકને જન્મ અપાયો હતો. જહાદ અને બાળક બંને સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. મિત્રો તમને જણાવી દઈએ દંપતિએ હજુ સુધી બાળકની જાતિની ઓળખ જાહેર કરી નથી. આ કપલનું કહેવું એવું છે કે આ વિશે અમે માહિતી આપવા માંગતા નથી. આ કપલ છેલ્લા ત્રણ વર્ષથી સાથે છે.

કેરળમાં લોકોએ અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે જ્યારે તેઓ કૌશિકોડ જશે ત્યારે તેઓ તેમને મળશે. મળતી માહિતી અનુસાર મેડિકલ કોલેજના ડાયરેક્ટર સાથે વાત કરીને કહ્યું કે જહાજ અને બાળકની સંપૂર્ણ સારવાર મફતમાં કરવામાં આવી.

મિત્રો તમને જણાવી દઈએ આ કોઈ સામાન્ય વાત નથી. ડીલીવરી માટે ડોક્ટરોની વિશેષ પેનલ પણ બનાવવામાં આવી હતી. જોકે હાલ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને જો બધું સામાન્ય હશે તો 2 થી 4 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. દરેક વ્યક્તિ બાળકના સ્વાગત માટે તૈયાર છે. તે કહે છે કે તેમના સમુદાયમાં આવું થતું જોવાનું ખૂબ જ પસંદ આવશે.