ભારતમાં સૌથી લોકપ્રિય શો એટલે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’. એક પણ એવું ઘર નહીં હોય જ્યાં આ સીરીયલ જોવાતી ન હોય. આ સીરીયલ કોમેડી છે અને પરિવાર સાથે જોઈ શકાય છે તેથી આ સીરીયલ ઇન્ડિયામાં ખૂબ જ ફેમસ છે અને લોકોને મનોરંજન પૂરું પાડી રહી છે.

આ સીરીયલ ને મોટા મોટા કલાકારો પણ પસંદ કરે છે લોકો તેના દીવાના બની ગયા છે. ત્યારે કલાકાર પત્રકાર પોપટલાલની મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ. પત્રકાર પોપટલાલ તેના માટે પત્ની ગોતી રહ્યા છે અને હજુ સુધી તેઓને પત્ની મળી નથી પણ લાગે છે કે હવે જલ્દી જ પોપટલાલ ના લગ્ન થઈ જશે. કારણ કે અભિનેત્રીની સિરીયલમાં જોરદાર એન્ટ્રી થઈ રહી છે.

મિત્રો તમે જાણો જ છો કે છેલ્લા ઘણા સમયથી સીરીયલમાં પોપટલાલના લગ્નને લઈને નવા નવા એપિસોડ આવી રહ્યા છે. જેમાં પ્રતીક્ષા નામની કન્યા સાથે પોપટલાલના લગ્ન નક્કી કરવામાં આવ્યા છે. જો પ્રતીક્ષા વીતે વાત કરીએ તો તેનું રીયલ નામ ખુશ્બુ પટેલ છે અને તે instagram પર ખૂબ જ સક્રિય છે. લોકોને લાગી રહ્યું છે કે આ વખત તો પોપટલાલ ના લગ્ન થઈ જ જશે. સિરિયલમાં તમે જોયું હશે પોપટલાલને તો પ્રતીક્ષા પહેલી જ નજરમાં પસંદ આવી ગઈ હતી અને લગભગ પ્રતીક્ષા ના ઘરવાળાની પણ હા જ હશે.