હાલમાં અકસ્માતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેમાં ઘણીવાર વાહનોની વધારે ગતિને કારણે અનેક લોકોને પરિવારના સ્વજનો ગુમાવવાનો વારો આવે છે. આવી જ એક ઘટના રાજકોટ શહેરમાંથી સામે આવી છે જેમાં બંને સગા ભાઈઓના અકસ્માતમાં મૃત્યુ થયા છે. આ ઘટના માધાપર ચોકડી નજીકથી બની હતી જેમાં બંને ભાઈઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
ઘટનાની જો વિગતવાર વાત કરીએ તો સામેથી પુરપાટ ઝડપે આવતી ટ્રકે ટુ-વ્હીલર ને અડફેટે લેતા બંને ભાઈઓ ખૂબ દૂર જઈ પડ્યા હતા. જ્યાં બંને ભાઈઓ માંથી એક ભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે બીજા ભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ડોક્ટરોની લાંબી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટના લગભગ સવારે 11 વાગ્યાની આસપાસ અયોધ્યા ચોકથી આગળ માધાપર ચોકડી નજીક બની હતી.
જેમાં બાઈક પર બે સગા ભાઈઓ સવાર હતા જેમાંથી સામે આવતા ટ્રકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી તેથી બાઈક પર સવાર જીતેન્દ્ર ઉર્ફે જીત નારીગરા અને તેના મોટાભાઈ ભાવેશ આ અકસ્માત નો શિકાર બન્યા હતા. જેમાં જીતેન્દ્ર ખૂબ ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ભાવેશ નું ઘટના સ્થળે જ મોત થયું હતું. પરંતુ જીતને પણ ખૂબ જ વધારે ઇજા થઇ હોવાથી તેને પણ મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
બંનેના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો આ બંને ભાઈઓ કોઠારીયા રોડ પર રણુજા મંદિરની પાછળ રહેતા હતા જેના પિતા મિસ્ત્રી કામ તરીકે રાજકોટમાં કામ કરતા હતા જ્યારે બંને ભાઈઓ બિલ્ડિંગમાં ફર્નિચર કરવા માટે ઘરેથી નીકળ્યા હતા ત્યારે અચાનક જ સામેથી વધારે ગતિએથી આવતા ટ્રકે બંને ભાઈઓના ભોગ લીધા હતા.
બાઈક પર સવાર જીતના પાંચ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા તેને બે દીકરીઓ છે જેમાં એક દીકરીની ઉંમર અઢી વર્ષ તથા બીજી દીકરીની ઉંમર આઠ મહિનાની છે પરંતુ પિતાના મૃત્યુ બાદ બંનેને પિતાની છાયા ગુમાવવાનો વારો આવ્યો હતો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વાહનોની ભારે ગતિઓના કારણે અનેક લોકોના મૃત્યુના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.