હાલમાં સમગ્ર દેશમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જેમાં ઘણા વિસ્તારોમાં ભારે પૂરના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા વરસાદી માહોલની વચ્ચે ઉતરાખંડના ઉત્તર કાશીમાં ભારે વરસાદ દરમિયાન ત્રણ પ્રવાસીઓના મોતના સમાચાર સામે આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બે પ્રવાસી પોતાના વાહન લઇ રસ્તા પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ પહાડ પરથી ખૂબ મોટા પ્રમાણમાં ખડકો પડવાથી બે યુવક અને એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તથા અન્ય છ લોકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
કેટલાક પ્રવાસીઓ વેનમાં જઈ રહ્યા હતા આ ઘટના ગંગોત્રી ધામ થી ઉત્તર કાશી તરફ આવતા બની હતી ત્યારે અચાનક તહસીલ ભટવાડી પાસે અચાનક જ ભૂસ્ખલન થયું હતું જેને કારણે રસ્તા પરથી સવાર થતા તમામ મુસાફરોને એક ગંભીર અકસ્માત નડ્યો હતો. જેમાં બે યુવકો અને એક મહિલાના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ ઘટનાની સાથે આસપાસના લોકો તુરંત જ મદદ માટે દોડી આવ્યા હતા. જેમાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મૃતદેહને ખડકો માંથી બહાર કાઢવામાં આવ્યા હતા ઉપરથી પડેલા ખડકો ટેમ્પો તથા અન્ય કારમાં પડ્યા હતા.
જેમાં રસ્તા પર સવાર થતી ટેમ્પો ટ્રાવેલ્સમાં આશરે 21 મુસાફરો હાજર હતા તથા કારમાં આઠ જેટલા મુસાફરો હાજર હતા તેમાંથી ત્રણ લોકોના ખૂબ જ દર્દના રીતે મોત થયા હતા. જ્યારે અન્ય લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી ઘણા મુસાફરોની હાલત ખૂબ જ નાજુક હોવાનું બહાર આવ્યું હતું. અકસ્માત થતા આસપાસ ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પોલીસે તમામ માહિતી એકત્ર કરી વધુ તપાસ હાથ ધરી છે.