પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં દરરોજ લાખો લોકો મુલાકાત કરી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે નગરમાં સ્વચ્છતાને લઈને એવું મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે કે જે જોઈને તમે પણ કહેશો કે મેનેજમેન્ટ તો આ નગરનું જ. અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ખૂબ ધૂમધામ થી ઉજવાઈ રહ્યો છે.
મિત્રો આપણે એક હરિભક્તની વાત કરવા જઈ રહ્યા છે જેનું નામ રાજેશભાઈ છે. હાલ તે તેમના પરિવાર સાથે અમેરિકામાં રહે છે. પરંતુ અત્યારે પ્રમુખસ્વામી જન્મશતાબ્દી મહોત્સવમાં સેવા આપવા માટે તેમનું કામ છોડીને ભારત આવ્યા છે. રાજેશભાઈ જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજે તેના જીવનમાં ખૂબ જ મોટી સમસ્યાઓ દૂર કરી છે.
રાજેશભાઈ જણાવ્યું કે આજે અમે જે પણ છીએ તે પ્રમુખસ્વામી મહારાજના કારણે જ છીએ. પ્રમુખસ્વામી મહારાજના એક ફોને અમારું આખું જીવન બદલી નાખ્યું. તેમના ઘરે જ્યારે પુત્રનો જન્મ થયો ત્યારે તેનો પુત્ર ખૂબ જ રડી રહ્યો હતો. તેને દવાખાને લઈ ગયા છતાં તે છાનો રહ્યો ન હતો. રાજેશભાઈએ ખૂબ જ પ્રયત્નો કર્યા પણ તે છાનો ન રહ્યો. ત્યારે રાજેશભાઈએ રાત્રે બે વાગે પ્રમુખસ્વામી મહારાજને ફોન કર્યો. અને પ્રમુખસ્વામીએ ફોનમાં કહ્યું કે ‘પાર્થ શું થયું?’ એટલું કહેતા જ તે છાનો થઈ ગયો અને તેનું આખું જીવન બદલાઈ ગયું.