વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીએ અલવિદા કહ્યું…ગોધરાના યુવકનું પ્લેન ક્રેશમાં….

છેલ્લા ઘણા સમયથી ભારતીયોએ વિદેશ તરફ પોતાના પગલાં માંડ્યા છે. તેવા માં વિદેશની ધરતી પરથી અનેક ભારતીય તથા ગુજરાતીઓના અનેક ઘટનાના સમાચાર સામે આવતા હોય છે. જેને સાંભળીને ભવિષ્યમાં જનારા ભારતીય તથા ગુજરાતીઓ માટે ચિંતા નો વિષય બની ગયો છે.

આવી જ એક દુર્ઘટના લોસ એન્જેલર્સમાં ફ્લાઈંગ સ્કૂલમાં એનઆરઆઈ ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા યુવકનું પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું આ યુવક મૂળ ગુજરાતનો રહેવાસી છે જ્યારે તે એરક્રાફ્ટને પાયલટ ઉડાવી રહ્યો હતો ત્યારે અચાનક જ કોઈ કારણો અનુસાર લેન્ડિંગ સમયે ખૂબ જ ભયંકર રીતે ક્રશ થયું હતું.

આસપાસના વિસ્તારોમાં પણ ક્રેશ થતા ની સાથે જ અવાજ સંભળાયો હતો. આ યુવક ગુજરાતમાં આવેલા ગોધરાનો રહેવાસી છે જેનું નામ રોનક કાચડીયા છે. રોનકના મૃતદેહને પોલીસ કસ્ટડીમાં રખાયો હતો જેમાં તેનો ડીએનએ ટેસ્ટ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે રોનક ના પિતા ગોધરાના વતની છે. તેમનું ઘર ગોધરામાં પણ આવેલું છે પરંતુ થોડા સમયથી તેઓ અબુધાબીમાં શિફ્ટ થયા હતા.

જેથી રોનક નો જન્મ પણ અબુધાબીમાં જ થયો હતો પરંતુ દીકરાના મૃત્યુના સમાચાર સાંભળવાથી દુઃખની લાગણી ઉભરાઈ હતી. રોનક લાંબા સમય થી ફ્લાઈંગ સ્કૂલમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરતો હતો તેવામાં બુધવારે રાત્રે સ્મોલ સીટર એરક્રાફ્ટને ટેક ઓફ કરતી વખતે પ્લેન કોઈ ખામી આવવાને કારણે પ્લેન અચાનક જ ક્રશ થયું હતું તેથી રોનક સાથે આ દુર્ઘટના બની હતી જો કે તેની સાથે અન્ય વ્યક્તિઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી પરંતુ રોનકના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી હતી પરિવારજનોને જાણ થતા ની સાથે જ તેમનો સમગ્ર પરિવાર દુઃખની લાગણીમાં ગરકાવ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *