શ્રદ્ધાની હત્યા થઈ હતી તેવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે. ફરક માત્ર એટલો છે કે શ્રદ્ધા કેસમાં આરોપીની હત્યા બાદ મૃતદેહના ટુકડા કર્યા હતા. જ્યારે આ કેસમાં યુવકે પહેલા પ્રેમિકાને જંગલમાં ગોળી મારી પછી પુરાવા છુપાવવા લાશને સળગાવી દીધી. આરોપીએ પ્રેમિકાને એક શહેરથી બીજા શહેર ખોટું બોલીને લઈ ગયો હતો અને હત્યાકાંડને અંજામ આપ્યો હતો. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો છત્તીસગઢના કોરબા જિલ્લાની રહેવાસી 21 વર્ષીય તનું રાયપુરની એક ખાનગી બેંકમાં નોકરી કરતી હતી. તે 21 નવેમ્બરે તેના મિત્ર સચિન સાથે ફરવા જવા નીકળી હતી. ત્યારે તનુના સંબંધીઓએ તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ફોન પર વાત કરી શક્યા નહીં. તનુના પરિવારનો આરોપ છે કે ઓરિસ્સા પહોંચ્યા બાદ સચિન તેને તેના પરિવારના સભ્યો સાથે વાત પણ કરવા દેતો ન હતો. જોકે તનુની હત્યા બાદ સચિન પરિવારના સભ્યો સાથે ચેટ પર વાત કરીને તેમને ગેરમાર્ગે દોરતો હતો.
જ્યારે તનુના સંબંધી સંપર્ક કરી શક્યા નહીં ત્યારે તેણે રાયપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે બાલાંગીરમાં એક સળગેલી લાશ મળી આવી છે. મૃત દેહના ફોટા ના આધારે પરિવારજનોએ તનુની લાશની ઓળખ કરી. આ પછી પોલીસે કેસ હાથમાં લીધો અને તપાસ શરૂ કરી. પહેલા તેના બોયફ્રેન્ડ પર શંકા ગઈ હતી.
સચિન સતત પોતાનું લોકેશન ફેરવતો હતો. પરંતુ પોલીસે ફોનના લોકેશન ના આધારે તેની ઘરપકડ કરી લીધી. પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીએ કબુલાત કરી છે. આરોપીએ કહ્યુ કે મને એવી શંકા હતી કે તેનું કોઈ અન્ય સાથે સંબંધ ધરાવે છે જેના કારણે તે તેનું ને આસપાસ લઈ જવાના બહાને બાલનિર લઈ ગયો. અને ત્યાં જંગલમાં તેની હત્યા કરી. આ પછી મૃતદેહ પેટ્રોલ છાંટીને સળગાવી દીધો.