શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થયા પહેલા જ ઘણા વિવાદોમાં મુકાઈ ગઈ છે. હિન્દુ સંગઠન દ્વારા આ ફિલ્મ અને તેના ગીતને બેન કરવાની માંગ ઉઠી છે. ખાલી હિન્દુ સંગઠન જ નહીં મુસ્લિમ સંગઠન પણ આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે સોમવારે ગુજરાતની અંદર સુરતમાં કામરેજ ક્ષેત્રના એક થિયેટરમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈને લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. થિયેટર્સ માં ઘૂસીને લોકોએ આ ફિલ્મના પોસ્ટર ફાડી નાખ્યા. આ લોકોએ સિનેમા ઘરમાં ફિલ્મ ન ચલાવવાની માંગ કરી છે.

મિત્રો મળતી માહિતી અનુસાર કામરેજના એક સિનેમા હોલમાં પઠાણ ફિલ્મ બતાવવામાં આવી રહી હતી. ત્યારે સોમવારે મોટી સંખ્યામાં લોકો થિયેટરની બહાર ભેગા થઈ ગયા અને વિરોધ કરવા લાગ્યા. બાદમાં આ ભીડ સિનેમા હોલ ની અંદર ઘૂસી ગઈ અને ફિલ્મના પોસ્ટર ફાડવા લાગી. આ ફિલ્મના અભિનેત્રી દીપિકા અને શાહરુખ ખાનને દર્શાવતા બેશરમ રંગ ગીત પર વિવાદ થયો છે.
આ ફિલ્મના એક સોંગમાં દીપીકા ભગવા રંગની બિકીમાં બોલ્ડ અને અશલીલ ડાન્સ કરી રહી છે જેનો લોકોએ વિરોધ કર્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ સહિત અનેક સંગઠનો આનો વિરોધ કરી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ પહેલેથી જ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્થાનિક મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પઠાણ ફિલ્મને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. ત્યાર પછી થિયેટરના માલિકને પણ આ વાતની જાણ કરવામાં આવી હતી. તેમ છતાં તેણે દીપિકા અને શાહરુખ ખાનના ભગવાન રંગના પોસ્ટર લગાડવાના શરૂ કર્યા.
હિન્દુ સંગઠનના લોકોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે શાહરુખ ખાન સાથે તેમને કોઈ તકલીફ નથી. પણ ફિલ્મમાં જેવી રીતે ભગવા રંગની બીકી પહેરીને બેશરમ રંગ બતાવવાનો પ્રયાસ કર્યો છે, જેથી હિન્દુ સંગઠનની લાગણી દુભાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો શાહરુખ ખાન સહિત અનેક એક્ટરોના પૂતળા દહન કરવામાં આવી રહ્યા છે.