એક બાજુ ઘરમાં દીકરીનો જન્મ થયો અને બીજી બાજુ એક સાથે ઉઠી 4 અર્થી, આખું ગામ ધ્રુજી ગયું…

એક ખૂબ જ દર્દના ઘટના સામે આવી છે. જે ઘરમાં ખુશીનો માહોલ આવ્યો હતો ત્યાં જ એક દુર્ઘટના બનાવવાની બન્યો. માત્ર 9દિવસ પહેલા જ તેમના ઘરમાં દીકરીનો જન્મ થયો હતો અને ત્યાં જ તેના પરિવારમાં ત્રણ લોકોના ભયંકર અકસ્માતમાં મોત આવી પહોંચ્યું. પણ એટલું જ નહીં પણ પિતા અને દાદા દાદી નો ચહેરો પણ ન જોઈ શકી. એક સાથે ત્રણ ત્રણ ઊર્થી ગામમાં માતમનો માહોલ સવાઈ ગયો હતો. આ ઘટના સાંભળીને લોકોના રુંવાટા ઊભા થઈ ગયા.

આ ઘટનાની વધારે માહિતી અનુસાર આ ઘટના રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં સામે આવ્યો છે. પરિવારની વાત કરીએ તો તે દેવીલાલ ગાડરી નામનો યુવક અને તેના પિતા પ્રતાપ ગાડરી ની સારવાર કરાવીને જયપુર થી પરત ફરી રહ્યા હતો. અને સાથે તેમના માતા સોહની કોઈ સંબંધી સાથે હતા. આ દરમિયાન મંગળવાર મોડી રાત્રે ભીલવાડામાં તેમની કારને ટ્રકે ટક્કરમારી હતી. આ અકસ્માતમાં યુવાન દેવીલાલ અને તેના માતા-પિતા અને સંબંધી સહિત ચાર લોકોના મોત નિપજ્યા હતા.

જ્યારે બુધવાર સાંજે ઘરે એમ્બ્યુલન્સ પહોંચે ત્યારે એક જ પરિવારના ત્રણ મૃતદેહ જોઈને સૌવ લોકો રડી પડ્યા હતા અને તેના ગામ ના લોકોની ભીડ ખુબ વધી ગઈ હતી.

ગામના લોકોએ કહેવામાં આવ્યું કે દસ દિવસ પહેલા તેના પિતા પ્રથમ સારવાર કરાવવા માટે જયપુર ગયો હતો અને તે સમય દરમિયાન દેવીલાલની પત્નીને એક જ દિવસ પછી દીકરીનો જન્મ આપ્યો હતો જેના કારણે તેના ઘરમાં ખુશીનો માહોલ હતો. જયારે દાદા હોસ્પિટલમાં દાખલ હતા અને તે ખૂબ ખુશ થઈ ગયા હતા અને તે જલ્દી સાજા થઈને તે તેની પુત્રીનો ચેહરો જોવા માંગતા હતા અને જ્યારે ઘરે પરત આવતા તેને એક અકસ્માત નડ્યો અને દાદા દાદી અને પિતાને મૃત્ય નીપજ્યું હતું.

ગુરુવારે પરિવારના ત્રણ સભ્યોની અર્થી નીકળી હતી ત્યારે આખું ગામ સામેલ થયું હતું અને તે સમય દરમિયાનમાં ગામના લોકો એ પોતાની દુકાન ના ખુલી અને ઘરે માં ચૂલો સળગ્યો ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *