મિત્રો તમે એ કહેવત તો સાંભળી જ હશે કે ‘જરૂરિયાત માણસને બધું શીખવાડી દે છે’. અમુક લોકો જ જાણે છે કે, પ્રદ્યુમ્નસિંહ માત્ર 4 ચોપડી ભણેલા છે અને તે લખેલું વાંચી શકતા નથી. તો તેમણે સ્પીચ આપવાના શબ્દોને યાદ રાખવા તેમની પાસે કૈક અલગ જ ટેલેન્ટ છે. તો મિત્રો ચાલો, આપણે જોઈએ કે આ મુશ્કેલીનો પ્રદ્યુમ્નસિંહે શું રસ્તો કાઢ્યો છે!

ભાષણ આપવા પિક્ચર ચોંટાડે છે
પ્રદ્યુમ્નસિંહ માટે લખેલું વાંચવુ તો શક્ય નથી તો ભાષણના વાક્યોને યાદ કેવી રીતે રાખવા? પરંતુ તેમણે પોતાની બુદ્ધિ ચલાવી અને એક રસ્તો શોધ્યો. તમને લાગશે કે એવું તો તેને શું કર્યું હશે! તેનો જવાબ છે કે તેઓ અને નજર સામે રાખીને વિશે અને વાક્યો ને યાદ કરી તેના વિશે ભાષણ આપે છે. પ્રદ્યુમનસિંહ જ્યારે પણ કોઈ વિષય પ્રકાસણ આપવાનું હોય ત્યારે તેઓ એક સાદા કાગળ પર વિષયને લગતા ફોટાઓ ચોંટાડી દે છે. અને પછી આ ફોટાઓ જોઈને તે વાક્ય યાદ કરી લે છે.

એક સ્પીચ તૈયાર કરતાં 2 કલાક જેટલો સમય લાગે છે
પ્રદ્યુમનસિંહ એ જણાવ્યું હતું કે આ મેથડ તેમના માટે ખૂબ જ અઘરી છે કારણ કે પિક્ચર્સ ચોંટાડીને તેના પરથી વાક્ય બોલવા ખૂબ જ અઘરું છે. મિત્રો તમને જણાવી દઈએ કે એક વિષયને અનુરૂપ ભાષણ લખીને તેને લગતી તસવીરો કાગળ પર ચોંટાડવાની ક્રિયામાં દોઢથી બે કલાક જેટલો સમય લાગે છે. સૌથી પહેલા તો ભાષણ ના વાક્યો યાદ કરવાના રહે અને પછી તેને લગતા ફોટા શોધીને ચોંટાડવાના. સ્પીચ આપતી વખતે જો વાક્ય ભૂલી જાય તો પ્રદ્યુમનસિંહ ફોટા જોઈને યાદ કરી લે છે.
અત્યારસુધીમાં 50 થી વધુ ચિત્ર રૂપ ભાષણ બનાવ્યા છે
અલગ જગ્યાએ પ્રશ્નો રજૂ કરવા કે પછી ભાષણ આપવા માટે પ્રદ્યુમનસિંહે 50થી વધારે ચિત્ર સ્વરૂપી ભાષણ તૈયાર કર્યા છે. તેમણે આ તમામ ભાષણોના ચિત્રો ચોંટાડેલા કાગળો સાચવીને રાખ્યા છે. જે પણ વિષયમાં ભાષણ આપવાનું હોય તે વિષયને અનુરૂપ કાગળ પર ચિત્ર દોરે છે અથવા ફોટો ચોંટાડે છે. પ્રદ્યુમનસિંહ ભાષણ કરતા પહેલા તેનું એકવાર પુનરાવર્તન પણ કરી લે છે જેથી સ્પીચ બરાબર યાદ રહે.