આવી માતા કોઈને ન મળવી જોઈએ – આટલી નાની વાતમાં પોતાની 2 મહિનાની બાળકીને ત્રીજા માળેથી નીચે ફેકી દીધી…જુઓ વિડીયો

અમદાવાદમાંથી હાલ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. તમે કહેવત તો સાંભળી જ હશે “મા તે મા બીજા બધા વગડાના વા”. પરંતુ અમદાવાદની અંદર એક એવી ઘટના બની કે જાણીને તમને પણ આ માતા પર ગુસ્સો આવી જશે. આ ક્રુર માતાએ જન્મ આપેલી બાળકીને ત્રીજા માળથી નીચે ફેંકી દીધી.

માહિતી અનુસાર બે મહિના પહેલા આ માતાએ દીકરીને જન્મ આપ્યો હતો. બન્યું એવું હતું કે જન્મતાની સાથે જ દીકરી બીમાર હતી. તેમણે નડિયાદ અને વડોદરા દીકરીની સારવાર કરાવી હતી. 24 દિવસ માટે દાખલ કરી ઓપરેશન પણ કર્યું હતું. આ નાની બાળકીનો આંતરડાનો ભાગ બહાર આવી ગયો હતો તેથી બાળકીને કોઈ ફરક ન પડતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલા 1200 બેડમાં દાખલ કરવામાં આવી હતી.

બીજા દિવસે તેના પિતાએ સવારે ઊઠીને જોયું તો વોર્ડ નંબર ત્રણમાં તેની બે માસની દીકરી ન મળી જેથી તેણે હોસ્પિટલના સીસીટીવીની તપાસ કરી અને બાળકીના પિતાએ જોયું કે પત્નીએ જ બાળકીને ત્રીજા માળથી નીચે ફેંકી તેની હત્યા કરી હતી. આ મામલે પતિએ પત્ની વિરુદ્ધ એ ફાયર દાખલ કરી અને માતાની ધાર પકડ કરી છે. પોલીસે પૂછપરછ કરતા માતાએ જણાવ્યું કે દીકરી જન્મથી જ બીમાર રહેતી હતી જેથી કંટાળીને મેં તેને ત્રીજા માળેથી ફેંકી દીધી હતી.

આ ઘટનાને પગલે પતિ આસિફમિયાંએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પત્ની ફરજાબાનુના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતનો ગુનો નોંધ્યો છે. તેમજ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *