નીતિન જાની અમેરિકામાં પણ માનવતા દેખાય રહી છે, ગર્ભવતી માદા હરણ મૃત હાલતમાં જોવા મળ્યા ને નીતિન જાની એવું કામ અમેરિકામાં ડંકો વાગ્યો, હાલ તેના ચાહકો કરી રહ્યા છે સલામ…

ગુજરાતમાં સમાજ સેવા કરીને આગળ આવેલા નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂર ભાઈને આજે દુનિયાના દરેક ખૂણે લોકો ઓળખી રહ્યા છે. આપ સૌ લોકો જાણતા જશો કે નીતિનભાઈ જાની છેલ્લા ઘણા દિવસથી અમેરિકાના પ્રવાસ પર છે ત્યારે તેઓ ત્યાં પણ સમાજસેવાના અનેક કાર્યો કરી લોકોના દિલ જીતી રહ્યા છે આવો જ એક વિડીયો નીતિનભાઈ દ્વારા તેમના સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતો.

જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેવો માત્ર ભારતના જ લોકો સાથે નહીં પણ વિદેશના લોકો સાથે પણ હંમેશા જોડાયેલા રહે છે. તેથી તેને લોકોની વચ્ચે એક અલગ જ લોક ચાહના મેળવી છે. નીતિનભાઈ જાની દ્વારા શેર કરેલા વીડિયોમાં મૃત પડેલા ગર્ભવતી માદા હરણને દફનાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોઈને સૌ લોકો નીતિનભાઈ જાની ના ભરપૂર વખાણ કરી રહ્યા છે તેને કારણે જ લોકો તેમને હંમેશા પ્રેમ તથા સાથ સહકાર આપે છે.

નીતિનભાઈ જાની ભારતમાં રહીને સારા કાર્યો તો કરે જ છે પરંતુ વિદેશની ધરતી પર પણ પોતાનું કર્તવ્ય ક્યારેય ભૂલતા નથી તેથી જ તેમના ચાહકોમાં વધારો થઈ રહ્યો છે વીડિયોમાં આપ જોઈ શકો છો કે નિતીન જાની તેમની ટીમના સભ્યો રોડ પર પડેલા એક મૃત હરણને રોડની બાજુમાં લઈ જઈ તેને વ્યવસ્થિત રીતે દફનાવી રહ્યા છે. તેમની ગાડીમાં પૂરતા ઓજારો તથા સાધન ન હોવાથી તે એક સ્ટોરમાં જઈને પાવડો તથા અન્ય સાધનોની ખરીદી કરી હરણને યોગ્ય સ્થાને તથા યોગ્ય રીતે દફનાવે છે.

જોકે તેઓ ઘણીવાર ગુજરાતમાં પણ રોડ પર પડેલા પશુઓ તથા પક્ષીઓને યોગ્ય સ્થાને દફનાવતા વિડિયો સોશિયલ મીડિયામાં શેર કરતા જોવા મળે છે. આ ગર્ભવતી માદા હરણ તેમને અમેરિકાના શિકાગોના રોડ પર મળ્યું હતું. બચ્ચું પેટમાં જ મરી ગયું હતું. તેથી તેણે યોગ્ય સ્થાન પર લઈ જઈ તેની દફનવિધિ કરી હતી. આ વીડિયોને અત્યાર સુધી ત્રણ લાખથી પણ વધારે લોકો લાઈક કરી ચૂક્યા છે તથા 20 લાખથી વધારે લોકો વીડિયોને જોઈ ચૂક્યા છે.

નીતિનભાઈ દ્વારા શેર કરેલા વીડિયોમાં તેના કમેન્ટ બોક્સમાં તેના ચાહકોનો પ્રેમ તથા વખાણ વરસી રહ્યા છે નીતિનભાઈ જાની આવા સમાજ સેવાના કાર્યો કરીને વિદેશમાં પણ ડંકો વગાડી દીધો છે તે આપણા સૌ ગુજરાત વાસીઓ માટે ખૂબ ગર્વની વાત છે ઘણા લોકોએ કમેન્ટ બોક્સમાં નીતિનભાઈ જાનીને આશીર્વાદ આપીને આવનારા સમયમાં પણ આવા જ કાર્ય કરતા રહો આવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *